૨
છે તોપણ આ અવસરે ‘સમય’ શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થ જાણવા. તેમાં જે કોઈ ‘સાર’ છે, ‘સાર’ કહેતાં ઉપાદેય છે જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. આ વિશેષણનો આ ભાવાર્થ છે – સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા; અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા. હવે કોઈ વિતર્ક કરે કે ‘બધાય પદાર્થ પોતપોતાના ગુણપર્યાયે વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી; તો જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે છે?’ તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છેઃ – વળી કેવો છે ‘ભાવ’? ‘‘स्वानुभूत्या चकासते, सर्वभावान्तरच्छिदे’’ (स्वानुभूत्या) આ અવસરે ‘સ્વાનુભૂતિ’ કહેતાં નિરાકુલત્વ-લક્ષણ શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ જાણવું, તે-રૂપે (चकासते) અવસ્થા છે જેની; (सर्वभावान्तरच्छिदे) ‘સર્વ ભાવ’ અર્થાત્ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત અનન્ત ગુણે વિરાજમાન જેટલા જીવાદિ પદાર્થ, તેની ‘અન્તરછેદી’ અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને — પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને — અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને ‘સાર’પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં — અનુભવતાં જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. ૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘नित्यमेव प्रकाशताम्’’ (नित्यं) સદા – ત્રિકાળ (प्रकाशताम्) પ્રકાશ કરો; એટલું કહી નમસ્કાર કર્યા. તે કોણ? ‘‘अनेकान्तमयी मूर्तिः’’ (अनेकान्तमयी) ‘न एकान्तः अनेकान्तः’ અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, તે-મય અર્થાત્ તે જ છે (मूर्तिः) સ્વરૂપ જેનું, એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત્ દિવ્યધ્વનિ. આ અવસરે આશંકા ઊપજે છે — કોઈ જાણશે કે અનેકાન્ત તો સંશય છે, સંશય