કહાનજૈનશાસ્ત્રમાળા ]
મિથ્યા છે. તેનું આમ સમાધાન કરવું — અનેકાન્ત તો સંશયનો દૂરીકરણશીલ છે અને વસ્તુસ્વરૂપનો સાધનશીલ છે. તેનું વિવરણ — જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય-ગુણાત્મક છે, તેમાં જે સત્તા અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે તે જ સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે; આનું નામ અનેકાન્ત છે. વસ્તુસ્વરૂપ અનાદિનિધન આવું જ છે, કોઈનો સહારો નથી, તેથી ‘અનેકાન્ત’ પ્રમાણ છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે?
વીતરાગ, [તેનું વિવરણ — ‘प्रत्यक्’ અર્થાત્ ભિન્ન; ભિન્ન અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મથી રહિત, એવો છે ‘आत्मा’ આત્મા ( – જીવદ્રવ્ય) જેનો તે કહેવાય છે ‘પ્રત્યગાત્મા’,] તેનું (तत्त्वं) સ્વરૂપ, તેની (पश्यन्ती) અનુભવનશીલ છે. ભાવાર્થ આમ છે — કોઈ વિતર્ક કરે કે દિવ્યધ્વનિ તો પુદ્ગલાત્મક છે, અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન કરવાને માટે આ અર્થ કહ્યો કે વાણી સર્વજ્ઞસ્વરૂપ-અનુસારિણી છે, એવું માન્યા વિના પણ ચાલે નહિ. તેનું વિવરણ — વાણી તો અચેતન છે. તેને સાંભળતાં જીવાદિ પદાર્થનું સ્વરૂપજ્ઞાન જે પ્રકારે ઊપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. કેવા છે સર્વજ્ઞ વીતરાગ? ‘‘अनन्तधर्मणः’’ (अनन्त) અતિ ઘણા છે (धर्मणः) ગુણો જેમને એવા છે. ભાવાર્થ આમ છે — કોઈ મિથ્યાવાદી કહે છે કે પરમાત્મા નિર્ગુણ છે, ગુણનો વિનાશ થતાં પરમાત્મપણું થાય છે; પરંતુ એવું માનવું જૂઠું છે, કારણ કે ગુણોનો વિનાશ થતાં દ્રવ્યનો પણ વિનાશ છે. ૨.
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः ।
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।।३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘मम परमविशुद्धिः भवतु’’ શાસ્ત્રકર્તા છે અમૃતચંદ્રસૂરિ. તેઓ કહે છે — (मम) મને (परमविशुद्धिः) શુદ્ધસ્વરૂપપ્રાપ્તિ (તેનું વિવરણ — પરમ – સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ – નિર્મલતા) (भवतु) થાઓ. શાથી?