૨૧૦
ઉપાધિથી રહિત જીવવસ્તુના (बोध) પ્રત્યક્ષ અનુભવથી (विधुर) રહિત હોવાથી (अन्ध) સમ્યક્ત્વથી શૂન્ય છે (बुद्धयः) જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે. તેમનો અપરાધ શો? ઉત્તર — અપરાધ આવો છે; તે જ કહે છેઃ ‘‘ये रागजन्मनि परद्रव्यं निमित्ततां एव कलयन्ति’’ (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવા છે — ‘(रागजन्मनि) રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં (परद्रव्यं) આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ (निमित्ततां कलयन्ति) પુદ્ગલદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે’ એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાદ્રષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વ કાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણામનો અવસર ક્યો? અર્થાત્ કોઈ અવસર નહિ. ૨૯-૨૨૧.
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव ।
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम् ।।३०-२२२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવી આશંકા કરશે કે જીવદ્રવ્ય જ્ઞાયક છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, તેથી પરદ્રવ્યને જાણતાં કાંઈક થોડો ઘણો રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે? ઉત્તર આમ છે કે પરદ્રવ્યને જાણતાં તો એક નિરંશમાત્ર પણ નથી, પોતાની વિભાવપરિણતિ કરતાં વિકાર છે, પોતાની શુદ્ધ પરિણતિ હોતાં નિર્વિકાર છે. એમ કહે છે — ‘‘एते अज्ञानिनः किं रागद्वेषमयीभवन्ति, सहजां उदासीनतां किं मुञ्चंति’’ (एते अज्ञानिनः) વિદ્યમાન છે જે મિથ્યાદ્રષ્ટિ જીવો તે (किं रागद्वेषमयीभवन्ति) રાગ-દ્વેષ- મોહરૂપ અશુદ્ધ પરિણતિમાં મગ્ન કેમ થાય છે? તથા (सहजां उदासीनतां किं मुञ्चंति) સહજ જ છે સકળ પરદ્રવ્યથી ભિન્નપણું — એવી પ્રતીતિને કેમ છોડે છે? ભાવાર્થ