કહાનજૈનશાસ્ત્રમાળા ]
આમ છે કે — વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, તેઓ વિચલિત થાય છે તે પૂરો અચંબો છે. કેવા છે અજ્ઞાની જીવો? ‘‘तद्वस्तुस्थितिबोधबन्ध्यधिषणाः’’ (तद्वस्तु) શુદ્ધ જીવદ્રવ્યની (स्थिति) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા, તેના (बोध) અનુભવથી (बन्ध्य) શૂન્ય છે (धिषणाः) બુદ્ધિ જેમની, એવા છે. ‘‘अयं बोधा’’ વિદ્યમાન છે જે ચેતનામાત્ર જીવદ્રવ્ય તે ‘‘बोध्यात्’’ સમસ્ત જ્ઞેયને જાણે છે તેના દ્વારા ‘‘कामपि विक्रियां न यायात्’’ રાગ-દ્વેષ-મોહરૂપ કોઈ પણ વિક્રિયારૂપે પરિણમતું નથી. કેવું છે જીવદ્રવ્ય? ‘‘पूर्णैकाच्युतशुद्धबोधमहिमा’’ (पूर्ण) જેનો ખંડ નથી એવો, (एक) સમસ્ત વિકલ્પથી રહિત, (अच्युत) અનંત કાળ પર્યન્ત સ્વરૂપથી ચળતો નથી એવો, (शुद्ध) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત એવો જે (बोध) જ્ઞાનગુણ તે જ છે (महिमा) સર્વસ્વ જેનું, એવું છે. દ્રષ્ટાન્ત કહે છે — ‘‘ततः इतः प्रकाश्यात् दीपः इव’’ (ततः इतः) ડાબે-જમણે, ઉપર-નીચે, આગળ-પાછળ (प्रकाश्यात्) દીવાના પ્રકાશથી જોવામાં આવે છે ઘડો, કપડું ઇત્યાદિ, તેના દ્વારા (दीपः इव) જેમ દીવામાં કોઈ વિકાર ઊપજતો નથી. ભાવાર્થ આમ છે કે — જેવી રીતે દીપક પ્રકાશસ્વરૂપ છે, ઘટ-પટાદિ અનેક વસ્તુઓને પ્રકાશે છે, પ્રકાશતો થકો જે પોતાનું પ્રકાશમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, વિકાર તો કાંઈ જોવામાં આવતો નથી; તેવી જ રીતે જીવદ્રવ્ય જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતું થકું જે પોતાનું જ્ઞાનમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, જ્ઞેયને જાણતાં વિકાર કાંઈ નથી. આવું વસ્તુનું સ્વરૂપ જેમને ભાસતું નથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. ૩૦-૨૨૨.
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् ।
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम् ।।३१-२२३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘नित्यं स्वभावस्पृशः ज्ञानस्य सञ्चेतनां विन्दन्ति’’ (नित्यं स्वभावस्पृशः) નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમને એવા છે જે સમ્યગ્દ્રષ્ટિ