Samaysar Kalash Tika (Gujarati). Shlok: 225.

< Previous Page   Next Page >


Page 213 of 269
PDF/HTML Page 235 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૧૩

વિના શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ જે જ્ઞાનપરિણતિ, તેના વડે ‘‘अतीव शुद्धम् ज्ञानम् प्रकाशते एव’’ (अतीव शुद्धम् ज्ञानम्) સર્વથા નિરાવરણ કેવળજ્ઞાન (प्रकाशते) પ્રગટ થાય છે; [ભાવાર્થ આમ છે કેકારણ સદ્રશ કાર્ય થાય છે, તેથી શુદ્ધ જ્ઞાનને અનુભવતાં શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છેએમ ઘટે છે.] (एव) એમ જ છે નિશ્ચયથી. ‘‘तु’’ તથા ‘‘अज्ञानसञ्चेतनया बन्धः धावन् बोधस्य शुद्धिं निरुणद्धि’’ (अज्ञानसञ्चेतनया) રાગ-દ્વેષ-મોહરૂપ તથા સુખ-દુઃખાદિરૂપ જીવની અશુદ્ધ પરિણતિ વડે (बन्धः धावन् ) જ્ઞાનાવરણાદિ કર્મબંધ અવશ્ય થતો થકો (बोधस्य शुद्धिं निरुणद्धि) કેવળજ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાવાર્થ આમ છે કેજ્ઞાનચેતના મોક્ષનો માર્ગ, અજ્ઞાનચેતના સંસારનો માર્ગ. ૩૨-૨૨૪.

(આર્યા)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ।।३३-२२५।।

ખંડાન્વય સહિત અર્થઃકર્મચેતનારૂપ તથા કર્મફળચેતનારૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેને મટાડવાનો અભ્યાસ કરે છેઃ ‘‘परमं नैष्कर्म्यम् अवलम्बे’’ હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ છું, સકળ કર્મની ઉપાધિથી રહિત એવું મારું સ્વરૂપ મને સ્વાનુભવ-પ્રત્યક્ષપણે આસ્વાદમાં આવે છે. શું વિચારીને? ‘‘सर्वं कर्म परिहृत्य’’ જેટલું દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે તે સમસ્તનું સ્વામિત્વ છોડીને. અશુદ્ધ પરિણતિનું વિવરણ‘‘त्रिकालविषयं’’ એક અશુદ્ધ પરિણતિ અતીત કાળના વિકલ્પરૂપ છે જે ‘મેં આમ કર્યું, આમ ભોગવ્યું’ ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ આગામી કાળના વિષયરૂપ છે જે ‘આમ કરીશ, આમ કરવાથી આમ થશે’ ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ વર્તમાન વિષયરૂપ છે જે ‘હું દેવ, હું રાજા, મારે આવી સામગ્રી, મને આવું સુખ અથવા દુઃખ’ ઇત્યાદિરૂપ છે. એક આવો પણ વિકલ્પ છે કેઃ

‘‘कृतिकारितानुमननैः’’ (कृत) જે કંઈ પોતે હિંસાદિ

ક્રિયા કરી હોય; (कारित) જે, અન્ય જીવને ઉપદેશ દઈને, કરાવી હોય; (अनुमननैः) જે, કોઈએ સહજ જ કરેલી ક્રિયાથી સુખ માનવું હોય. તથા એક આવો પણ વિકલ્પ છે કેઃ ‘‘मनोवचनकायैः’’ મનથી ચિંતવવું, વચનથી બોલવું, કાયાથી