Samaysar Kalash Tika (Gujarati). Shlok: 234.

< Previous Page   Next Page >


Page 220 of 269
PDF/HTML Page 242 of 291

 

૨૨૦

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

છે સ્વભાવ? ‘‘स्वरसपरिगतं’’ ચેતનારસનું નિધાન છે. વળી શું કરીને? ‘‘कर्मणः च तत्फलात् अत्यन्तं विरतिम् भावयित्वा’’ (कर्मणः) જ્ઞાનાવરણાદિ કર્મથી (च) અને (तत्फलात्) કર્મનાં ફળ સુખ-દુઃખથી (अत्यन्तं) અતિશયપણે (विरतिम्) વિરતિને અર્થાત શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે એવો અનુભવ થતાં સ્વામિત્વપણાના ત્યાગને (भावयित्वा) ભાવીને અર્થાત્ એવો સર્વથા નિશ્ચય કરીને; ‘‘अविरतं’’ જે પ્રકારે એક સમયમાત્ર ખંડ ન પડે તે પ્રકારે સર્વ કાળ. વળી શું કરીને? ‘‘अखिलाज्ञानसञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा’’ સર્વ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિનો ભલા પ્રકારે વિનાશ કરીને. ભાવાર્થ આમ છે કેમોહ-રાગ-દ્વેષપરિણતિ વિનશે છે, શુદ્ધ જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અતીન્દ્રિય સુખરૂપે જીવ પરિણમે છે;આટલું કાર્ય જ્યારે થાય છે ત્યારે એકીસાથે જ થાય છે. ૪૧-૨૩૩.

(વંશસ્થ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्-
विना कृतेरेकमनाकुलं ज्वलत
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्-
विवेचितं ज्ञानमिहावतिष्ठते
।।४२-२३४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इतः इह ज्ञानम् अवतिष्ठते’’ (इतः) અજ્ઞાન- ચેતનાનો વિનાશ થવા ઉપરાન્ત (इह) આગામી સર્વ કાળ (ज्ञानम्) શુદ્ધ જ્ઞાનમાત્ર જીવવસ્તુ (अवतिष्ठते) બિરાજમાન પ્રવર્તે છે. કેવું છે જ્ઞાન (જ્ઞાનમાત્ર જીવવસ્તુ)? ‘‘विवेचितं’’ સર્વ કાળ સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન છે. શા કારણથી આવું જાણ્યું? ‘‘समस्तवस्तुव्यतिरेकनिश्चयात्’’ (समस्तवस्तु) જેટલી પરદ્રવ્યની ઉપાધિ છે તેનાથી (व्यतिरेक) સર્વથા ભિન્નરૂપ એવી છે (निश्चयात्) અવશ્ય દ્રવ્યની શક્તિ, તેના કારણે. કેવું છે જ્ઞાન? ‘‘एकम्’’ સમસ્ત ભેદ-વિકલ્પથી રહિત છે. વળી કેવું છે? ‘‘अनाकुलं’’ અનાકુલત્વલક્ષણ છે અતીન્દ્રિય સુખ, તેના સહિત બિરાજમાન છે. વળી કેવું છે? ‘‘ज्वलत्’’ સર્વ કાળ પ્રકાશમાન છે. આવું કેમ છે? ‘‘पदार्थप्रथनावगुण्ठनात् विना’’ (पदार्थ) જેટલા વિષય, તેમનો (प्रथना)