કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः खलु पूर्वभावकृतकर्मविषद्रुमाणां फलानि न भुङ्क्ते’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (खलु) સમ્યક્ત્વ ઊપજ્યા વિના (पूर्वभाव) મિથ્યાત્વભાવ વડે (कृत) ઉપાર્જિત (कर्म) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપી (विषद्रुम) ચૈતન્યપ્રાણઘાતક વિષવૃક્ષનાં (फलानि) ફળને અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુઃખને (न भुङ्क्ते) ભોગવતો નથી; [ભાવાર્થ આમ છે કે સુખ-દુઃખનો જ્ઞાયકમાત્ર છે, પરંતુ પરદ્રવ્યરૂપ જાણીને રંજિત નથી.] કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वतः एव तृप्तः’’ શુદ્ધ સ્વરૂપને અનુભવતાં થાય છે જે અતીન્દ્રિય સુખ, તેનાથી તૃપ્ત અર્થાત્ સમાધાનરૂપ છે; ‘‘सः दशान्तरं एति’’ (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (दशान्तरं) નિષ્કર્મ- અવસ્થારૂપ નિર્વાણપદને (एति) પામે છે. કેવી છે દશાંતર? ‘‘आपातकालरमणीयम्’’ વર્તમાન કાળમાં અનંત સુખરૂપ બિરાજમાન છે, ‘‘उदर्करम्यं’’ આગામી અનંત કાળ સુધી સુખરૂપ છે. વળી કેવી છે અવસ્થાન્તર? ‘‘निष्कर्मशर्ममयम्’’ સકળ કર્મનો વિનાશ થતાં પ્રગટ થાય છે જે દ્રવ્યના સહજભૂત અતીન્દ્રિય અનંત સુખ, તે-મય છે — તેની સાથે એક સત્તારૂપ છે. ૪૦-૨૩૨.
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः ।
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु ।।४१-२३३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इतः प्रशमरसम् सर्वकालं पिबन्तु’’ (इतः) અહીંથી શરૂ કરીને (सर्वकालं) આગામી અનંત કાળ પર્યન્ત (प्रशमरसम् पिबन्तु) અતીન્દ્રિય સુખને આસ્વાદો. તે કોણ? ‘‘स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः’’ (स्वां) પોતાસંબંધી છે જે (ज्ञानसञ्चेतनां) શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણતિ, તેને (सानन्दं नाटयन्तः) આનંદ સહિત નચાવે છે અર્થાત્ અતીન્દ્રિય સુખ સહિત જ્ઞાનચેતનારૂપે પરિણમે છે, એવા છે જે જીવ તે. શું કરીને? ‘‘स्वभावं पूर्णं कृत्वा’’ (स्वभावं) સ્વભાવ અર્થાત્ કેવળજ્ઞાન તેને, (पूर्णं कृत्वा) આવરણ સહિત હતું તે નિરાવરણ કર્યું. કેવો