Samaysar Kalash Tika (Gujarati). Shlok: 231-232.

< Previous Page   Next Page >


Page 218 of 269
PDF/HTML Page 240 of 291

 

૨૧૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

કર્મના ઉદયે છે જે સુખ અથવા દુઃખ, તેનું નામ છે કર્મફળચેતના, તેનાથી ભિન્ન- સ્વરૂપ આત્માએમ જાણીને સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે. ૩૮-૨૩૦.

(વસન્તતિલકા)
निःशेषकर्मफलसंन्यसनान्ममैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता
।।३९-२३१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मम एवं अनन्ता कालावली वहतु’’ (मम) મને (एवं) કર્મચેતના-કર્મફળચેતનાથી રહિતપણે, શુદ્ધ જ્ઞાનચેતના સહિત બિરાજમાનપણે (अनन्ता कालावली वहतु) અનંત કાળ એમ જ પૂરો હો. ભાવાર્થ આમ છે કે કર્મચેતના- કર્મફળચેતના હેય, જ્ઞાનચેતના ઉપાદેય. કેવો છું હું? ‘‘सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः’’ (सर्व) અનંત એવી (क्रियान्तर)શુદ્ધ જ્ઞાનચેતનાથી અન્યકર્મના ઉદયે અશુદ્ધ પરિણતિ, તેમાં (विहार) વિભાવરૂપ પરિણમે છે જીવ, તેનાથી (निवृत्त) રહિત એવી છે (वृत्तेः) જ્ઞાનચેતનામાત્ર પ્રવૃત્તિ જેની, એવો છું. શા કારણથી એવો છું? ‘निःशेषकर्मफलसंन्यसनात्’’ (निःशेष) સમસ્ત (कर्म) જ્ઞાનાવરણાદિનાં (फल) ફળના અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુઃખના (संन्यसनात्) સ્વામિત્વપણાના ત્યાગના કારણે. વળી કેવો છું? ‘‘भृशम् आत्मतत्त्वं भजतः’’ (भृशम्) નિરંતર (आत्मतत्त्वं) આત્મતત્ત્વનો અર્થાત શુદ્ધ ચૈતન્યવસ્તુનો (भजतः) અનુભવ છે જેને, એવો છું. કેવું છે આત્મતત્ત્વ? ‘‘चैतन्यलक्ष्म’’ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. વળી કેવો છું? ‘‘अचलस्य’’ આગામી અનંત કાળ સ્વરૂપથી અમિટ (અટળ) છું. ૩૯-૨૩૧.

(વસન્તતિલકા)
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः
।।४०-२३२।।