કહાનજૈનશાસ્ત્રમાળા ]
त्रैकालिकं शुद्धनयावलम्बी ।
श्चिन्मात्रमात्मानमथावलम्बे ।।३७-२२९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अथ विलीनमोहः चिन्मात्रम् आत्मनम् अवलम्बे’’ (अथ) અશુદ્ધ પરિણતિના મટવા ઉપરાન્ત (विलीनमोहः) મૂળથી મટ્યો છે મિથ્યાત્વપરિણામ જેનો એવો હું (चिन्मात्रम् आत्मानम् अवलम्बे) જ્ઞાનસ્વરૂપ જીવવસ્તુને નિરંતર આસ્વાદું છું. કેવી આસ્વાદું છું? ‘‘विकारैः रहितं’’ જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહિત છે એવી. કેવો છું હું? ‘‘शुद्धनयावलम्बी’’ (शुद्धनय) શુદ્ધ જીવવસ્તુને (अवलम्बी) અવલંબું છું – એવો છું. શું કરતો થકો એવો છું? ‘‘इत्येवम् समस्तम् कर्म अपास्य’’ (इति एवम्) પૂર્વોક્ત પ્રકારે (समस्तम् कर्म) જેટલાં છે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ, તેમને (अपास्य) જીવથી ભિન્ન જાણીને — સ્વીકારનો ત્યાગ કરીને. કેવું છે રાગાદિ કર્મ? ‘‘त्रैकालिकं’’ અતીત-અનાગત-વર્તમાન કાળ સંબંધી છે. ૩૭-૨૨૯.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अहम् आत्मानं सञ्चेतये’’ હું શુદ્ધ ચિદ્રૂપને – પોતાને આસ્વાદું છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ‘‘चैतन्यात्मानम्’’ જ્ઞાનસ્વરૂપમાત્ર છે. વળી કેવો છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી સ્ખલિત નથી. અનુભવનું ફળ કહે છે — ‘‘कर्मविषतरुफलानि मम भुक्तिम् अन्तरेण एव विगलन्तु’’ (कर्म) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ છે જે (विषतरु) વિષનું વૃક્ષ — કેમ કે ચૈતન્ય પ્રાણનું ઘાતક છે — તેનાં (फलानि) ફળ અર્થાત્ ઉદયની સામગ્રી (मम भुक्तिम् अन्तरेण एव) મારા ભોગવ્યા વિના જ (विगलन्तु) મૂળથી સત્તા સહિત નષ્ટ હો. ભાવાર્થ આમ છે કે