૨૧૬
કર્મ? ‘‘मोहविलासविजृम्भितम्’’ (मोह) મિથ્યાત્વના (विलास) પ્રભુત્વપણા વડે (विजृम्भितम्) પ્રસર્યું છે. કેવો છું હું આત્મા? ‘‘चैतन्यात्मनि’’ શુદ્ધ ચેતનામાત્રસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘निष्कर्मणि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છું. ૩૫-૨૨૭.
ભવિષ્યના કર્મનું પ્રત્યાખ્યાન કરે છે —
न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनु- ज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति ।“
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘न करिष्यामि’’ હું આગામી કાળમાં રાગાદિ અશુદ્ધ પરિણામો કરીશ નહિ, ‘‘न कारयिष्यामि’’ કરાવીશ નહિ, ‘‘अन्यं कुर्वन्तम् न समनुज्ञास्यामि’’ (अन्यं कुर्वन्तम्) સહજ જ અશુદ્ધ પરિણતિને કરે છે જે કોઈ જીવ તેને (न समनुज्ञास्यामि) અનુમોદન કરીશ નહિ, ‘‘मनसा’’ મનથી, ‘‘वाचा’’ વચનથી, ‘‘कायेन’’ શરીરથી.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘निरस्तसम्मोहः आत्मना आत्मनि नित्यम् वर्ते’’ (निरस्त) ગઈ છે (सम्मोहः) મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણતિ જેની એવો છું જે હું તે (आत्मना) પોતાના જ્ઞાનના બળથી (आत्मनि) પોતાના સ્વરૂપમાં (नित्यम् वर्ते) નિરંતર અનુભવરૂપ પ્રવર્તું છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ‘‘चैतन्यात्मनि’’ શુદ્ધ ચેતનામાત્ર છે. વળી કેવો છે? ‘‘निष्कर्मणि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરીને આત્મામાં પ્રવર્તું છું? ‘‘भविष्यत् समस्तं कर्म प्रत्याख्याय’’ (भविष्यत्) આગામી કાળ સંબંધી (समस्तं कर्म) જેટલા રાગાદિ અશુદ્ધ વિકલ્પો છે તે (प्रत्याख्याय) શુદ્ધ સ્વરૂપથી અન્ય છે એમ જાણી અંગીકારરૂપ સ્વામિત્વને છોડીને. ૩૬-૨૨૮.
* જુઓ પદટિપ્પણ પૃ. ૨૧૪.