૨૨૨
पूर्णस्य संधारणमात्मनीह ।।४४-२३६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यत् आत्मनः इह आत्मनि सन्धारणम्’’ (यत्) જે (आत्मनः) પોતાના જીવનું (इह आत्मनि) પોતાના સ્વરૂપમાં (सन्धारणम्) સ્થિર થવું છે ‘‘तत्’’ તે જ માત્ર, ‘‘उन्मोच्यम् उन्मुक्तम्’’ જેટલું હેયપણે છોડવાનું હતું તે બધું છૂટ્યું, ‘‘अशेषतः’’ કાંઈ છોડવાને માટે બાકી રહ્યું નહિ; ‘‘तथा तत् आदेयम् अशेषतः आत्तम्’’ (तथा) તે જ પ્રકારે (तत् आदेयम्) જે કાંઈ ગ્રહવાનું હતું (अशेषतः आत्तम्) તે સમસ્ત ગ્રહ્યું. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સર્વ કાર્યસિદ્ધિ. કેવો છે આત્મા? ‘‘संहृतसर्वशक्तेः’’ (संहृत) વિભાવરૂપ પરિણમ્યા હતા તે જ થયા છે સ્વભાવરૂપ — એવા છે (सर्वशक्तेः) અનંત ગુણ જેના, એવો છે. વળી કેવો છે? ‘‘पूर्णस्य’’ જેવો હતો તેવો પ્રગટ થયો. ૪૪-૨૩૬.
શ્લોકાર્થઃ — ‘‘एवं’’ આમ (પૂર્વોક્ત રીતે) ‘‘ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्’’ જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) છે; ‘‘तत्’’ તે (જ્ઞાન) ‘‘आहारकं’’ આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) ‘‘कथम् स्यात्’’ કેમ હોય ‘‘येन’’ કે જેથી ‘‘अस्य देहः शङ्कयते’’ તેને દેહની શંકા
* પં. શ્રી રાજમલજી કૃત ટીકામાં આ શ્લોક નથી. તેથી ગુજરાતી સમયસારમાંથી આ શ્લોક અર્થ સહિત લઈને અહીં આપવામાં આવ્યો છે.