કહાનજૈનશાસ્ત્રમાળા ]
કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૪૫-૨૩૭.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ततः देहमयं लिङ्गं ज्ञातुः मोक्षकारणम् न’’ (ततः) તે કારણથી (देहमयं लिङ्गं) દ્રવ્યક્રિયારૂપ યતિપણું અથવા ગૃહસ્થપણું (ज्ञातुः) જીવને (मोक्षकारणम् न) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષનું કારણ તો નથી. શા કારણથી? કારણ કે ‘‘एवं शुद्धस्य ज्ञानस्य’’ પૂર્વોક્ત પ્રકારે સાધ્યો છે જે શુદ્ધસ્વરૂપ જીવ તેને ‘‘देहः एव न विद्यते’’ શરીર જ નથી અર્થાત્ શરીર છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યક્રિયાને મોક્ષનું કારણ માને છે તેને સમજાવ્યો છે. ૪૬-૨૩૮.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘मुमुक्षुणा एकः एव मोक्षमार्गः सदा सेव्यः’’ (मुमुक्षुणा) મોક્ષને ઉપાદેય અનુભવે છે એવો જે પુરુષ, તેણે (एकः एव) શુદ્ધસ્વરૂપનો અનુભવ (मोक्षमार्गः) મોક્ષમાર્ગ છે અર્થાત્ સકળ કર્મોના વિનાશનું કારણ છે એમ જાણીને (सदा सेव्यः) નિરંતર અનુભવ કરવા યોગ્ય છે. તે મોક્ષમાર્ગ શું છે? ‘‘आत्मनः तत्त्वम्’’ આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. વળી કેવું છે આત્મતત્ત્વ? ‘‘दर्शनज्ञानचारित्रत्रयात्मा’’ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર, તે ત્રણ સ્વરૂપની એક સત્તા છે આત્મા (-સર્વસ્વ) જેનો, એવું છે. ૪૭-૨૩૯.