૨૨૪
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति ।।४८-२४०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः नित्योदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति’’ (सः) એવો છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, (नित्योदयं) નિત્ય ઉદયરૂપ (समयस्य सारम्) સમયના સારને અર્થાત્ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થયું છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (अचिरात्) ઘણા જ થોડા કાળમાં (अवश्यं विन्दति) સર્વથા આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. કેવો છે? ‘‘यः तत्र एव स्थितिम् एति’’ (यः) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (तत्र) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (एव) એકાગ્ર થઈને (स्थितिम् एति) સ્થિરતા કરે છે, ‘‘च तं अनिशं ध्यायेत्’’ (च) તથા (तं) શુદ્ધ ચિદ્રૂપને (अनिशं ध्यायेत्) નિરંતર અનુભવે છે, ‘‘च तं चेतति’’ (तं चेतति) વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે (च) અને ‘‘तस्मिन् एव निरन्तरं विहरति’’ (तस्मिन्) શુદ્ધ ચિદ્રૂપમાં (एव) એકાગ્ર થઈને (निरन्तरं विहरति) અખંડધારાપ્રવાહરૂપ પ્રવર્તે છે. કેવો હોતો થકો? ‘‘द्रव्यान्तराणि अस्पृशन्’’ જેટલી કર્મના ઉદયથી નાના પ્રકારની અશુદ્ધ પરિણતિ તેને સર્વથા છોડતો થકો. તે ચિદ્રૂપ કોણ છે? ‘‘यः एषः द्रग्ज्ञप्तिवृत्तात्मकः’’ (यः एषः) જે આ જ્ઞાનને પ્રત્યક્ષ છે, (द्रग्) દર્શન-(ज्ञप्ति) જ્ઞાન-(वृत्त) ચારિત્ર તે જ છે (आत्मकः) સર્વસ્વ જેનું, એવો છે. વળી (તે ચિદ્રૂપ) કેવો છે? ‘‘मोक्षपथः’’ જેને શુદ્ધસ્વરૂપ પરિણમતાં સકળ કર્મોનો ક્ષય થાય છે. વળી કેવો છે? ‘‘एकः’’ સમસ્ત વિકલ્પથી રહિત છે. વળી કેવો છે? ‘‘नियतः’’ દ્રવ્યાર્થિકદ્રષ્ટિથી જોતાં જેવો છે તેવો જ છે, તેનાથી હીનરૂપ નથી, અધિક નથી. ૪૮-૨૪૦.