કહાનજૈનશાસ્ત્રમાળા ]
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः ।
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते ।।४९-२४१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ते समयस्य सारम् अद्यापि न पश्यन्ति’’ (ते) આવો છે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ તે (समयस्य सारम्) સમયસારને અર્થાત્ સકળ કર્મથી વિમુક્ત છે જે પરમાત્મા તેને, (अद्यापि) દ્રવ્યવ્રત ધારણ કર્યાં છે, ઘણાંય શાસ્ત્રો ભણ્યો છે તોપણ, (न पश्यन्ति) પામતો નથી. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પામતો નથી. કેવો છે સમયસાર? ‘‘नित्योद्योतम्’’ સર્વ કાળ પ્રકાશમાન છે. વળી કેવો છે? ‘‘अखण्डम्’’ જેવો હતો તેવો છે. વળી કેવો છે? ‘‘एकम्’’ નિર્વિકલ્પ સત્તારૂપ છે. વળી કેવો છે? ‘‘अतुलालोकं’’ જેની ઉપમાનું દ્રષ્ટાન્ત ત્રણ લોકમાં કોઈ નથી. વળી કેવો છે? ‘‘स्वभावप्रभाप्राग्भारं’’ (स्वभाव) ચેતનાસ્વરૂપ, તેના (प्रभा) પ્રકાશનો (प्राग्भारं) એક પુંજ છે. વળી કેવો છે? ‘‘अमलं’’ કર્મમળથી રહિત છે. કેવો છે તે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ? ‘‘ये लिङ्गे ममतां वहन्ति’’ (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ (लिङ्गे) લિંગમાં અર્થાત્ દ્રવ્યક્રિયામાત્ર છે જે યતિપણું તેમાં (ममतां वहन्ति) ‘હું યતિ છું, મારી ક્રિયા મોક્ષમાર્ગ છે’ એવી પ્રતીતિ કરે છે. કેવું છે લિંગ? ‘‘द्रव्यमये’’ શરીરસંબંધી છે — બાહ્ય ક્રિયામાત્રનું અવલંબન કરે છે. કેવા છે તે જીવ? ‘‘तत्त्वावबोधच्युताः’’ (तत्त्व) જીવનું શુદ્ધ સ્વરૂપ, તેનો (अवबोध) પ્રત્યક્ષપણે અનુભવ, તેનાથી (च्युताः) અનાદિ કાળથી ભ્રષ્ટ છે. દ્રવ્યક્રિયા કરતા થકા પોતાને કેવા માને છે? ‘‘संवृतिपथप्रस्थापितेन आत्मना’’ (संवृतिपथ) મોક્ષમાર્ગમાં (प्रस्थापितेन आत्मना) પોતાને સ્થાપિત કર્યો છે અર્થાત્ ‘હું મોક્ષમાર્ગમાં ચડ્યો છું’ એવું માને છે, એવો અભિપ્રાય રાખીને ક્રિયા કરે છે. શું કરીને? ‘‘एनं परिहृत्य’’ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ છોડીને. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિ કરતા નથી. ૪૯-૨૪૧.