૨૨૬
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जनाः’’ કોઈ એવા છે મિથ્યાદ્રષ્ટિ જીવો કે જે ‘‘परमार्थं’’ ‘શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે’ એવી પ્રતીતિને ‘‘नो कलयन्ति’’ અનુભવતા નથી. કેવા છે? ‘‘व्यवहारविमूढद्रष्टयः’’ (व्यवहार) દ્રવ્યક્રિયામાત્રમાં (विमूढ) ‘ક્રિયા મોક્ષનો માર્ગ છે’ એવા મૂર્ખપણારૂપ જૂઠી છે (द्रष्टयः) પ્રતીતિ જેમની, એવા છે. દ્રષ્ટાન્ત કહે છેઃ જેમ લોકમાં — વર્તમાન કર્મભૂમિમાં ‘‘तुषबोधविमुग्धबुद्धयः जनाः’’ (तुष) ધાનની ઉપરના તુષમાત્રના (बोध) જ્ઞાનથી — એવા જ મિથ્યાજ્ઞાનથી (विमुग्ध) વિકળ થઈ છે (बुद्धयः) મતિ જેમની, એવા છે (जनाः) કેટલાક મૂર્ખ લોક તેઓ, ‘‘इह’’ વસ્તુ જેવી છે તેવી જ છે તોપણ, અજ્ઞાનપણાને લીધે ‘‘तुषं कलयन्ति’’ તુષને અંગીકાર કરે છે, ‘‘तन्दुलम् न कलयन्ति’’ ચાવલના મર્મને પામતા નથી; તેમ જે કોઈ ક્રિયામાત્રને મોક્ષમાર્ગ જાણે છે, આત્માના અનુભવથી શૂન્ય છે, તે પણ એવા જ જાણવા. ૫૦-૨૪૨.
ज्ञानमेकमिदमेव हि स्वतो ।।५१-२४३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘द्रव्यलिङ्गममकारमीलितैः समयसारः न द्रश्यते एव’’ (द्रव्यलिंङ्ग) ક્રિયારૂપ યતિપણું, તેમાં (ममकार) ‘હું યતિ, મારું યતિપણું મોક્ષનો માર્ગ’ એવો જે અભિપ્રાય, તેના વડે (मीलितैः) અંધ થયા છે અર્થાત્ પરમાર્થદ્રષ્ટિથી શૂન્ય થયા છે જે પુરુષો, તેમને (समयसारः) શુદ્ધ જીવવસ્તુ (न द्रश्यते) પ્રાપ્તિગોચર નથી. ભાવાર્થ આમ છે કે મોક્ષની પ્રાપ્તિ તેમને દુર્લભ છે. શા કારણથી? ‘‘यत् द्रव्यलिङ्गम्