કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह अन्यतः, हि इदम् एकम् ज्ञानम् स्वतः’’ (यत्) કારણ કે (द्रव्यलिङ्गम्) ક્રિયારૂપ યતિપણું, (इह) શુદ્ધ જ્ઞાનનો વિચાર કરતાં, (अन्यतः) જીવથી ભિન્ન છે, પુદ્ગલ- કર્મસંબંધી છે; તેથી દ્રવ્યલિંગ હેય છે; અને (हि) કારણ કે (इदं) અનુભવગોચર (एकं ज्ञानं) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (स्वतः) એકલા જીવનું સર્વસ્વ છે; તેથી ઉપાદેય છે, મોક્ષનો માર્ગ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ અવશ્ય કરવા યોગ્ય છે. ૫૧-૨૪૩.
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः ।
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति ।।५२-२४४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इह अयम् एकः परमार्थः नित्यम् चेत्यतां’’ (इह) સર્વ તાત્પર્ય એવું છે કે (अयम् एकः परमार्थः) ઘણા પ્રકારે કહ્યો છે તથાપિ કહીશું આ એક પરમાર્થ અર્થાત્ શુદ્ધ જીવના અનુભવરૂપ એકલું મોક્ષનું કારણ તેને (नित्यम् चेत्यतां) — અન્ય જે નાના પ્રકારના અભિપ્રાય તે સમસ્તને મટાડીને આ એકને — નિત્ય અનુભવો. તે શો પરમાર્થ? ‘‘खलु समयसारात् उत्तरं किञ्चित् न अस्ति’’ (खलु) નિશ્ચયથી (समयसारात्) સમયસાર સમાન અર્થાત્ શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન (उत्तरं) દ્રવ્યક્રિયા અથવા સિદ્ધાન્તનું ભણવું-લખવું ઇત્યાદિ (किञ्चित् न अस्ति) કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ સર્વથા છે, અન્ય સમસ્ત મોક્ષમાર્ગ સર્વથા નથી. કેવો છે સમયસાર? ‘‘स्वरसविसरपूर्णज्ञानविस्फू र्तिमात्रात्’’ (स्वरस) ચેતનાના (विसर) પ્રવાહથી (पूर्ण) સંપૂર્ણ એવા (ज्ञानविस्फू र्ति) કેવળજ્ઞાનનું પ્રગટપણું, (मात्रात्) એવડું છે સ્વરૂપ જેનું, એવો છે. હવે, આવો મોક્ષમાર્ગ છે, આનાથી અધિક કોઈ મોક્ષમાર્ગ કહે છે તે બહિરાત્મા છે, તે વર્જવામાં આવે છે — ‘‘अतिजल्पैः अलम् अलम्’’ (अतिजल्पैः) અતિ જલ્પથી અર્થાત્ બહુ બોલવાથી (अलम् अलम्) બસ કરો, બસ કરો; અહીં બે વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચુપ રહો, ચુપ રહો. કેવા છે અતિ જલ્પ? ‘‘दुर्विकल्पैः’’ જૂઠીથી પણ જૂઠી