૨૨૮
ઊઠે છે ચિત્તકલ્લોલમાળા જેમાં, એવા છે. વળી કેવા છે? ‘‘अनल्पैः’’ શકિતભેદથી અનન્ત છે. ૫૨-૨૪૪.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदम् पूर्णताम् याति’’ શુદ્ધ જ્ઞાનપ્રકાશ પૂર્ણ થાય છે. ભાવાર્થ આમ છે કે જે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનો આરંભ કર્યો હતો તે પૂર્ણ થયો. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘एकं’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘‘जगच्चक्षुः’’ જેટલી જ્ઞેયવસ્તુ તે બધાંનું જ્ઞાતા છે. વળી કેવું છે? ‘‘अक्षयं’’ શાશ્વત છે. વળી કેવું છે?* ‘‘विज्ञानघनम् अध्यक्षतां नयत्’’ (विज्ञान) જ્ઞાનમાત્રના (घनम्) સમૂહરૂપ આત્મદ્રવ્યને (अध्यक्षतां नयत्) પ્રત્યક્ષપણે અનુભવતું થકું. ૫૩-૨૪૫.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदम् आत्मनः तत्त्वं ज्ञानमात्रम् अवस्थितम् इति’’ (इदम्) પ્રત્યક્ષ છે જે (आत्मनः तत्त्वम्) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે (ज्ञानमात्रम् अवस्थितम्) શુદ્ધ ચેતનામાત્ર છે એમ નક્કી થયું; — (इति) પૂર્ણ નાટક સમયસાર શાસ્ત્ર કહેતાં આટલો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ભાવાર્થ આમ છે કે ‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતો થકો ગ્રંથ સંપૂર્ણ થયો. કેવું છે આત્મતત્ત્વ? ‘‘अखण्डम्’’ અબાધિત છે. વળી કેવું છે? ‘‘एकम्’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી અમિટ (-અટળ) છે. વળી કેવું છે? ‘‘स्वसंवेद्यम्’’ જ્ઞાનગુણથી સ્વાનુભવ- ગોચર થાય છે, અન્યથા કોટિ યત્નો કરતાં ગ્રાહ્ય નથી. વળી કેવું છે? ‘‘अबाधितम्’’ સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. ૫૪-૨૪૬.
* અહીં મૂળ પ્રતમાં, ‘आनन्दमयम्’ શબ્દ તથા તેનો અર્થ કરવો રહી ગયો છે.