Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 231 of 269
PDF/HTML Page 253 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સ્યાદ્વાદ અધિકાર
૨૩૧

પર્યાયમાત્ર માનતાં પર્યાયમાત્ર પણ સધાતી નથી; ત્યાં અનેક પ્રકારે સાધન-બાધન છે, અવસર પ્રાપ્ત થયે કહીશું; અથવા પર્યાયરૂપ માન્યા વિના વસ્તુમાત્ર માનતાં વસ્તુમાત્ર પણ સધાતી નથી; ત્યાં પણ અનેક યુક્તિઓ છે, અવસર પ્રાપ્ત થયે કહીશું. તે બાબતમાં કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્ઞાનને પર્યાયરૂપ માને છે, વસ્તુરૂપ માનતો નથી; એવું માનતો થકો જ્ઞાનને જ્ઞેયના સહારાનું માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે આ પ્રમાણે તો એકાન્તરૂપે જ્ઞાન સધાતું નથી, તેથી જ્ઞાન પોતાના સહારાનું છે; એમ કહે છેઃ‘‘

पशोः ज्ञानं सीदति’’ (पशोः) એકાન્તવાદી

મિથ્યાદ્રષ્ટિ જેવું માને છે કે જ્ઞાન પર જ્ઞેયના સહારાનું છે, ત્યાં એવું માનતાં (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવની સત્તા (सीदति) નષ્ટ થાય છે અર્થાત્ અસ્તિત્વપણું વસ્તુરૂપતાને પામતું નથી. ભાવાર્થ આમ છે કે એકાન્તવાદીના કથનાનુસાર વસ્તુનો અભાવ સધાય છે, વસ્તુપણું સધાતું નથી; કારણ કે મિથ્યાદ્રષ્ટિ જીવ આવું માને છેકેવું છે જ્ઞાન?

‘‘बाह्यार्थैः परिपीतम्’’ (बाह्यार्थैः) જ્ઞેય વસ્તુઓ દ્વારા (परिपीतम्)

સર્વ પ્રકારે ગળી જવામાં આવ્યું છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવ એમ માને છે કે જ્ઞાન વસ્તુ નથી, જ્ઞેયથી છે; તે પણ તે જ ક્ષણે ઊપજે છે, તે જ ક્ષણે વિનશે છે. જેમ કેઘટજ્ઞાન ઘટના સદ્ભાવમાં છે; પ્રતીતિ એમ થાય છે કે જો ઘટ છે તો ઘટજ્ઞાન છે, જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટજ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ;કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્ઞાનવસ્તુને નહિ માનતાં, જ્ઞાનને પર્યાયમાત્ર માનતાં આવું માને છે. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘उज्झितनिजप्रव्यक्तिरिक्तीभवत्’’ (उज्झित) મૂળથી નષ્ટ થઈ ગયું છે (निजप्रव्यक्ति) જ્ઞેયના જાણપણામાત્રથી ‘જ્ઞાન’ એવું પ્રાપ્ત થયેલું નામમાત્ર, તે કારણથી (रिक्तीभवत्) ‘જ્ઞાન’ એવા નામથી પણ વિનષ્ટ થઈ ગયું છેએમ માને છે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી જીવ. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘परितः पररूपे एव विश्रान्तं’’ (परितः) મૂળથી માંડીને (पररूपे) જ્ઞેયવસ્તુરૂપ નિમિત્તમાં (एव) એકાન્તથી (विश्रान्तं) વિશ્રાન્ત થઈ ગયુંજ્ઞેયથી ઉત્પન્ન થયું, જ્ઞેયથી નષ્ટ થઈ ગયું. ભાવાર્થ આમ છે કેજેવી રીતે ભીંતમાં ચિતરામણ જ્યારે ભીંત નહોતી ત્યારે નહોતું, જ્યારે ભીંત છે ત્યારે છે, જ્યારે ભીંત હશે નહિ ત્યારે હશે નહિ; આથી પ્રતીતિ એવી ઊપજે છે કે ચિત્રના સર્વસ્વની કર્તા ભીંત છે; તેવી રીતે જયારે ઘટ છે ત્યારે ઘટજ્ઞાન છે,