કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ते समयसारं ईक्षन्ते एव’’ (ते) આસન્નભવ્ય જીવો (समयसारं) શુદ્ધ જીવને (ईक्षन्ते एव) પ્રત્યક્ષપણે પામે છે. ‘‘सपदि’’ થોડા જ કાળમાં. કેવો છે શુદ્ધ જીવ? ‘‘उच्चैः परं ज्योतिः’’ અતિશયમાન જ્ઞાનજ્યોતિ છે. વળી કેવો છે? ‘‘अनवम्’’ અનાદિસિદ્ધ છે. વળી કેવો છે? ‘‘अनयपक्षाक्षुण्णम्’’ (अनयपक्ष) મિથ્યાવાદથી (अक्षुण्णम्) અખંડિત છે. ભાવાર્થ આમ છે — મિથ્યાવાદી બૌદ્ધાદિ જૂઠી કલ્પના ઘણા પ્રકારે કરે છે, તોપણ તેઓ જ જૂઠા છે; આત્મતત્ત્વ જેવું છે તેવું જ છે. હવે તે ભવ્ય જીવો શું કરતા થકા શુદ્ધ સ્વરૂપ પામે છે, તે જ કહે છે — ‘‘ये जिनवचसि रमन्ते’’ (ये) આસન્નભવ્ય જીવો (जिनवचसि) દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં (रमन्ते) સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ — શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા – પ્રતીતિ છે. ભાવાર્થ આમ છે — વચન પુદ્ગલ છે, તેની રુચિ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ નથી; તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ, તેનો અનુભવ કરતાં ફળપ્રાપ્તિ છે. કેવું છે જિનવચન? ‘‘उभयनयविरोधध्वंसिनि’’ (उभय) બે (नय) પક્ષપાતને (विरोध) પરસ્પર વૈરભાવ, [વિવરણ — એક સત્ત્વને દ્રવ્યાર્થિકનય દ્રવ્યરૂપ, તે જ સત્ત્વને પર્યાયાર્થિકનય પર્યાયરૂપ કહે છે, તેથી પરસ્પર વિરોધ છે;] તેનું (ध्वंसिनि) મેટનશીલ છે. ભાવાર્થ આમ છે — બન્ને નય વિકલ્પ છે, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં બંને નયવિકલ્પ જૂઠા છે. વળી કેવું છે જિનવચન? ‘‘स्यात्पदाङ्के’’ (स्यात्पद) સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્ત — જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે — તે જ છે (अङ्के) ચિહ્ન જેનું, એવું છે. ભાવાર્થ આમ છે — જે કોઈ વસ્તુમાત્ર છે તે તો નિર્ભેદ છે. તે વસ્તુમાત્ર વચન દ્વારા કહેતાં જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કેવા છે આસન્નભવ્ય જીવ? ‘‘स्वयं वान्तमोहाः’’ (स्वयं) સહજપણે (वान्त) વમી નાખ્યું છે. (मोहाः) મિથ્યાત્વ – વિપરીતપણું, એવા છે. ભાવાર્થ આમ છે — અનંત સંસાર જીવોને ભમતાં થકાં જાય છે. તે સંસારી જીવ એક ભવ્યરાશિ છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણે કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળપરિમાણ છે. વિવરણ — આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.