૬
તે જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઊપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે. ૪.
मिह निहितपदानां हन्त हस्तावलम्बः ।
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित् ।।५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘व्यवहरणनयः यद्यपि हस्तावलम्बः स्यात्’’ (व्यवहरणनयः) જેટલું કથન. તેનું વિવરણ — જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે, ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક (-અધિક બુદ્ધિમાન) હોય તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારનય હસ્તાવલમ્બ છે. (हस्तावलम्बः) જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને (તેને) ઊંચો લે છે તેવી જ રીતે ગુણ-ગુણીરૂપ ભેદકથન જ્ઞાન ઊપજવાનું એક અંગ છે. તેનું વિવરણ – ‘જીવનું લક્ષણ ચેતના’ એટલું કહેતાં પુદ્ગલાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ-ગુણીભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. વ્યવહારનય જેમને હસ્તાવલમ્બ છે તેઓ કેવા છે? ‘‘प्राक्पदव्यामिह निहितपदानां’’ (इह) વિદ્યમાન એવી જે (प्राक्पदव्याम्) જ્ઞાન ઊપજતાં પ્રારંભિક અવસ્થા, તેમાં (निहितपदानां) નિહિત – સ્થાપેલ છે પદ – સર્વસ્વ જેમણે, એવા છે. ભાવાર્થ આમ છે — જે કોઈ સહજપણે અજ્ઞાની છે, જીવાદિ પદાર્થોનું દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ જાણવાના અભિલાષી છે, તેમના માટે