Samaysar Kalash Tika (Gujarati). Shlok: 6.

< Previous Page   Next Page >


Page 7 of 269
PDF/HTML Page 29 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ-અધિકાર

ગુણગુણીભેદરૂપ કથન યોગ્ય છે. ‘‘हन्त तदपि एषः न किञ्चित्’’ જોકે વ્યવહારનય હસ્તાવલમ્બ છે તોપણ કાંઈ નથી, ‘નોંધ’ (જ્ઞાન, સમજ) કરતાં જૂઠો છે. તે જીવો કેવા છે જેમને વ્યવહારનય જૂઠો છે? ‘‘चिच्चमत्कारमात्रं अर्थं अन्तः पश्यतां’’ (चित्) ચેતના (चमत्कार) પ્રકાશ (मात्रं) એટલી જ છે (अर्थं) શુદ્ધ જીવવસ્તુ, તેને (अन्तः पश्यतां) પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવાર્થ આમ છેવસ્તુનો અનુભવ થતાં વચનનો વ્યવહાર સહજ જ છૂટી જાય છે. કેવી છે વસ્તુ? ‘‘परमं’’ ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. વળી કેવી છે વસ્તુ? ‘‘परविरहितं’’ (पर) દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મથી (विरहितं) ભિન્ન છે. ૫.

(શાર્દૂલવિક્રીડિત)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् ।
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः
।।।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् नः अयं एकः आत्मा अस्तु’’ (तत्) તે કારણથી (नः) અમને (अयं) આ વિદ્યમાન (एकः) શુદ્ધ (आत्मा) ચેતનપદાર્થ (अस्तु) હો. ભાવાર્થ આમ છેજીવવસ્તુ ચેતનાલક્ષણ તો સહજ જ છે. પરન્તુ જીવ મિથ્યાત્વપરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી, તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. શું કરીને? ‘‘इमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वा’’ (इमाम्) આગળ કહેવામાં આવનાર (नवतत्त्व) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર- નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના (सन्ततिम्) અનાદિ સંબંધને (मुक्त्वा) છોડીને. ભાવાર્થ આમ છેસંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. ‘‘यदस्यात्मनः इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम् नियमात् एतदेव सम्यग्दर्शनम्’’ (यत्) કારણ કે (अस्यात्मनः) આ જ જીવદ્રવ્ય (द्रव्यान्तरेभ्यः पृथक्) સકળ કર્મોપાધિથી રહિત જેવું છે (इह दर्शनम्) તેવો જ