૨૫૦
(अज्ञान) પૂર્વોક્ત એકાન્તવાદમાં (विमूढानां) મગ્ન થયા છે જે મિથ્યાદ્રષ્ટિ જીવો તેમને. ભાવાર્થ આમ છે કે સ્યાદ્વાદ એવો પ્રમાણભૂત છે કે જેને સાંભળતાં માત્ર જ એકાન્તવાદી પણ અંગીકાર કરે છે. કેવો છે સ્યાદ્વાદ? ‘‘आत्मतत्त्वम् ज्ञानमात्रं प्रसाधयन्’’ (आत्मतत्त्वम्) જીવદ્રવ્યને (ज्ञानमात्रं) ચેતના-સર્વસ્વ (प्रसाधयन्) એમ પ્રમાણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સ્યાદ્વાદ સાધી શકે છે, એકાન્તવાદી સાધી શકતો નથી. ૧૬-૨૬૨.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एवं अनेकान्तः व्यवस्थितः’’ (एवं) આટલું કહેવાથી (अनेकान्तः) અનેકાન્તને અર્થાત્ સ્યાદ્વાદને (व्यवस्थितः) કહેવાનું આરંભ્યું હતું તે પૂર્ણ થયું. કેવો છે અનેકાન્ત? ‘‘स्वं स्वयम् व्यवस्थापयन्’’ (स्वं) અનેકાન્તપણાને (स्वयम्) અનેકાન્તપણા વડે (व्यवस्थापयन्) બળજોરીથી પ્રમાણ કરતો થકો. શાના સહિત? ‘‘तत्त्वव्यवस्थित्या’’ જીવના સ્વરૂપને સાધવા સહિત. કેવો છે અનેકાન્ત? ‘‘जैनम्’’ સર્વજ્ઞવીતરાગપ્રણીત છે. વળી કેવો છે? ‘‘अलंघ्यशासनं’’ અમિટ ( – અટળ) છે ઉપદેશ જેનો, એવો છે. ૧૭ – ૨૬૩.