કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જોતાં નિત્ય છે, પર્યાયરૂપે જોતાં અનિત્ય છે, તેથી સમસ્ત જ્ઞેયને જાણે છે જ્ઞાન, જાણતાં જ્ઞેયની આકૃતિરૂપે જ્ઞાનનો પર્યાય પરિણમે છે — એવો જ્ઞાનનો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી. એમ કહે છે — ‘‘पशुः उच्छलदच्छचित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति’’ (पशुः) એકાન્તવાદી, (उच्छलत्) જ્ઞેયનો જ્ઞાતા થઈને પર્યાયરૂપે પરિણમે છે ઉત્પાદરૂપ તથા વ્યયરૂપ એવો (अच्छ) અશુદ્ધપણાથી રહિત એવો જે (चित्परिणतेः) જ્ઞાનગુણનો પર્યાય તેનાથી (भिन्नं) ભિન્ન અર્થાત્ જ્ઞેયને જાણવારૂપ પરિણતિ વિના વસ્તુમાત્ર કૂટસ્થ થઈને રહે એવું (किञ्चन वाञ्छति) કંઈક વિપરીતપણું માને છે. એકાન્તવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે — ‘‘टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકસરખી, (विशुद्ध) સમસ્ત વિકલ્પથી રહિત (बोध) જ્ઞાનવસ્તુના (विसराकार) પ્રવાહરૂપ (आत्मतत्त्व) જીવવસ્તુ હો (आशया) એમ કરવાની અભિલાષા કરે છે. તેનું સમાધાન કરે છે સ્યાદ્વાદી — ‘‘स्याद्वादी ज्ञानं नित्यं उज्ज्वलं आसादयति’’ (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (ज्ञानं) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (नित्यं) સર્વ કાળ એકસરખી, (उज्ज्वलं) સમસ્ત વિકલ્પથી રહિત (आसादयति) સ્વાદરૂપ અનુભવે છે; ‘‘अनित्यतापरिगमे अपि’’ જોકે તેમાં પર્યાય દ્વારા અનિત્યપણું ઘટે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘तत् चिद्वस्तु अनित्यतां परिमृशन्’’ (तत्) પૂર્વોક્ત (चिद्वस्तु) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યને (अनित्यतां परिमृशन्) વિનશ્વરરૂપ અનુભવતો થકો. શા કારણથી? ‘‘वृत्तिक्रमात्’’ (वृत्ति) પર્યાયના (क्रमात्) ક્રમના કારણે અર્થાત્ ‘કોઈ પર્યાય થાય છે, કોઈ પર્યાય વિનશે છે’ એવા ભાવના કારણે. ભાવાર્થ આમ છે કે પર્યાય દ્વારા જીવવસ્તુ અનિત્ય છે એમ અનુભવે છે સ્યાદ્વાદી. ૧૫-૨૬૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इति अनेकान्तः स्वयम् अनुभूयते एव’’ (इति) પૂર્વોક્ત પ્રકારે (अनेकान्तः) સ્યાદ્વાદ (स्वयम्) પોતાના પ્રતાપથી બલાત્કારે જ (अनुभूयते) અંગીકારરૂપ થાય છે, (एव) અવશ્ય. કોને અંગીકાર થાય છે? ‘‘अज्ञानविमूढानां’’