૨૪૮
કરે છે કે પર્યાયરૂપે જોતાં જીવવસ્તુ ઊપજે છે, વિનશે છે; દ્રવ્યરૂપે જોતાં જીવ સદા શાશ્વત છે. તે કહે છે — ‘‘पशुः नश्यति’’ (पशुः) એકાન્તવાદી જીવ (नश्यति) શુદ્ધ જીવવસ્તુને સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘प्रायः क्षणभङ्गसङ्गपतितः’’ (प्रायः) એકાન્તપણે (क्षणभङ्ग) પ્રતિસમય થતા પર્યાયના વિનાશથી (संङ्गपतितः) તે પર્યાયની સાથે સાથે વસ્તુનો વિનાશ માને છે. શા કારણથી? ‘‘प्रादुर्भावविराममुद्रित- वहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्’’ (प्रादुर्भाव) ઉત્પાદ-(विराम) વિનાશથી (मुद्रित) સંયુક્ત (वहत्) પ્રવાહરૂપ જે (ज्ञानांश) જ્ઞાનગુણના અવિભાગપ્રતિચ્છેદ તેમના કારણે થતા (नानात्मना) અનેક અવસ્થાભેદના (निर्ज्ञानात्) જાણપણાના કારણે; — એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી પ્રતિબોધે છે — ‘‘तु स्याद्वादी जीवति’’ (तु) જેમ એકાન્તવાદી કહે છે તેવું એકાન્તપણું નથી. (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (जीवति) વસ્તુને સાધવા સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘चिद्वस्तु नित्योदितं परिमृशन्’’ (चिद्वस्तु) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (नित्योदितं) સર્વકાળ શાશ્વત એવી, (परिमृशन्) પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ અનુભવતો થકો. કેવા રૂપે? ‘‘चिदात्मना’’ જ્ઞાનસ્વરૂપ છે જીવવસ્તુ તે- રૂપે. વળી કેવો છે સ્યાદ્વાદી ‘‘टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन्’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકરૂપ એવા (घनस्वभाव) અમિટ ( – અટળ) લક્ષણ વડે છે (महिम) પ્રસિદ્ધિ જેની, એવી (ज्ञानं) જીવવસ્તુને (भवन्) પોતે અનુભવતો થકો. ૧૪-૨૬૦.
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन ।
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात् ।।१५-२६१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી સમસ્ત જ્ઞેયને જાણતું થકું જ્ઞેયાકાર પરિણમે છે જ્ઞાન, તેને અશુદ્ધપણું માને છે એકાન્તવાદી, જ્ઞાનને પર્યાયપણું માનતો નથી. તેનું સમાધાન સ્યાદ્વાદી કરે છે કે