કહાનજૈનશાસ્ત્રમાળા ]
એમ માને છે, જ્ઞેયની તથા જ્ઞાનની ભિન્ન સત્તા નથી માનતો. વળી કેવો છે? ‘‘सर्वत्र अपि अनिवारितः गतभयः’’ (सर्वत्र) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ એવા ઇન્દ્રિયવિષય તથા મન-વચન-કાય તથા નાના પ્રકારની જ્ઞેયની શક્તિ, તેમનામાં (अपि) અવશ્ય (अनिवारितः) ‘હું શરીર, હું મન, હું વચન, હું કાય, હું સ્પર્શ-રસ- ગંધ-વર્ણ-શબ્દ’ ઇત્યાદિ પરભાવને પોતાના જાણીને પ્રવર્તે છે; (गतभयः) મિથ્યાદ્રષ્ટિને કોઈ ભાવ પરભાવ નથી કે જેનાથી ડર હોય; – એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સમાધાન કરે છે સ્યાદ્વાદી — ‘‘तु स्याद्वादी विशुद्ध एव लसति’’ (तु) જે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, જે પ્રમાણે સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે — (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી જીવ (विशुद्धः एव लसति) મિથ્યાત્વથી રહિત થઈને પ્રવર્તે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वस्य स्वभावं भरात् आरूढः’’ (स्वस्य स्वभावं) જ્ઞાનવસ્તુની જાણપણામાત્ર શક્તિ, તેની (भरात् आरूढः) બહુ જ પ્રગાઢરૂપે પ્રતીતિ કરે છે. વળી કેવો છે? ‘‘परभावभावविरहव्यालोकनिष्कम्पितः’’ (परभाव) સમસ્ત જ્ઞેયની અનેક શક્તિની આકૃતિરૂપ પરિણમ્યું છે જ્ઞાન, એ રૂપે (भाव) માને છે જે જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ, (विरह) એવી વિપરીત બુદ્ધિના ત્યાગથી થઈ છે (व्यालोक) સાચી દ્રષ્ટિ, તેનાથી થયો છે (निष्कम्पितः) સાક્ષાત્ અમિટ ( – અટળ) અનુભવ જેને, એવો છે સ્યાદ્વાદી. ૧૩ – ૨૫૯.
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति ।
टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति ।।१४-२६०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે જ્ઞાન, તેનો થાય છે પ્રતિસમય ઉત્પાદ-વ્યય, તેથી પર્યાય વિનશતાં જીવદ્રવ્યનો વિનાશ માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી આમ સમાધાન