૨૪૬
પર્યાય, તેમનાથી (विभक्तः भवन्) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તા — એવો અનુભવ કરતો થકો. ૧૨-૨૫૮.
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति ।
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः ।।१३-२५९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી જેટલી છે જ્ઞેયવસ્તુ, તેમની અનંત છે શક્તિઓ, તેમને જાણે છે જ્ઞાન; જાણતું થકું જ્ઞેયની શક્તિની આકૃતિરૂપે પરિણમે છે, એવું દેખીને ‘જેટલી જ્ઞેયની શક્તિ તેટલી જ્ઞાનવસ્તુ’ એમ માને છે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી. તેના પ્રતિ આમ સમાધાન કરે છે સ્યાદ્વાદી કે — જ્ઞાનમાત્ર જીવવસ્તુનો એવો સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયની શક્તિને જાણે, જાણતી થકી તેની આકૃતિરૂપે પરિણમે છે, પરંતુ જ્ઞેયની શક્તિ જ્ઞેયમાં છે, જ્ઞાનવસ્તુમાં નથી; જ્ઞાનનો જાણવારૂપ પર્યાય છે, તેથી જ્ઞાનવસ્તુની સત્તા ભિન્ન છે. એમ કહે છે — ‘‘पशुः स्वैरं क्रीडति’’ (पशुः) મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી (स्वैरं क्रीडति) હેય-ઉપાદેય જ્ઞાનથી રહિત થઈને સ્વેચ્છાચારરૂપ પ્રવર્તે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞેયની શક્તિને જ્ઞાનથી ભિન્ન નથી માનતો, જેટલી જ્ઞેયની શક્તિ છે તેને જ્ઞાનમાં માનીને ‘નાના શક્તિરૂપ જ્ઞાન છે, જ્ઞેય છે જ નહીં’ એવી બુદ્ધિરૂપ પ્રવર્તે છે. કેવો છે એકાન્તવાદી? ‘‘शुद्धस्वभावच्युतः’’ (शुद्धस्वभाव) જ્ઞાનમાત્ર જીવવસ્તુથી (च्युतः) ચ્યુત છે અર્થાત્ તેને વિપરિતરૂપે અનુભવે છે. વિપરીતપણું કેમ છે? ‘‘सर्वभावभवनं आत्मनि अध्यास्य’’ (सर्व) જેટલી જીવાદિ પદાર્થરૂપ જ્ઞેયવસ્તુ તેમના (भाव) શક્તિરૂપ ગુણપર્યાય-અંશભેદ, તેમની (भवनं) સત્તાને (आत्मनि) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (अध्यास्य) પ્રતીતિ કરીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનગોચર છે સમસ્ત દ્રવ્યની શક્તિ, તેમની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેથી સર્વ શક્તિ જ્ઞાનની છે