કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલી-સમસ્ત – જ્ઞેયવસ્તુઓના જેટલા છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થકું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી જ્ઞેયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે; તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો; – એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત જ્ઞેયશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અસ્તિરૂપ છે. એમ કહે છે — ‘‘
पशुः नश्यति एव’’ (पशुः) એકાન્તવાદી (नश्यति) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (एव) નિશ્ચયથી. કેવો છે એકાન્તવાદી? ‘‘बहिः वस्तुषु नित्यं विश्रान्तः’’ (बहिः वस्तुषु) સમસ્ત જ્ઞેયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (नित्यं विश्रान्तः) સદા વિશ્રાન્ત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ, – એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે? ‘‘परभावभावकलनात्’’ (परभाव) જ્ઞેયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (भावकलनात्) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું, – એવા જૂઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાન્તવાદી? ‘‘स्वभावमहिमनि एकान्तनिश्चेतनः’’ (स्वभाव) જીવની જ્ઞાનમાત્ર નિજ શક્તિના (महिमनि) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (एकान्तनिश्चेतनः) એકાન્ત નિશ્ચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપસત્તાને નથી માનતો – એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે — ‘‘तु स्याद्वादी नाशम् न एति’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (स्याद्वादी) અનેકાન્તવાદી (नाशम्) વિનાશ (न एति) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાન્તવાદી જીવ? ‘‘सहजस्पष्टीकृतप्रत्ययः’’ (सहज) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (स्पष्टीकृत) દ્રઢ કર્યો છે (प्रत्ययः) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘सर्वस्मात् नियतस्वभावभवनज्ञानात् विभक्तः भवन्’’ (सर्वस्मात्) જેટલા છે (नियतस्वभाव) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે જ્ઞેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (भवन) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા (ज्ञानात्) જીવના જ્ઞાનગુણના