૨૪૪
તેથી જ્ઞેયની અનેક અવસ્થાને જાણે છે જ્ઞાન, તેને જાણતું થકું તે આકૃતિરૂપ પરિણમે છે જ્ઞાન; તે સમસ્ત છે જ્ઞાનના પર્યાય, તે પર્યાયોને જ્ઞાનનું અસ્તિત્વ માને છે મિથ્યાદ્રષ્ટિ જીવ. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞેયની આકૃતિરૂપ પરિણમતા જેટલા જ્ઞાનના પર્યાય છે તેમના વડે જ્ઞાનનું અસ્તિત્વ નથી. એમ કહે છે — ‘‘पशुः नश्यति’’(पशुः)
કેવો છે એકાન્તવાદી? ‘‘ज्ञेयालम्बनलालसेन मनसा बहिः भ्राम्यन्’’ ‘(ज्ञेय) સમસ્ત દ્રવ્યરૂપ (आलम्बन) જ્ઞેયના અવસરે જ્ઞાનની સત્તા’ એવા નિશ્ચયરૂપ (लालसेन) છે અભિપ્રાય જેનો, એવા (मनसा) મન વડે (बहिः भ्राम्यन्) સ્વરૂપથી બહાર ઊપજ્યો છે ભ્રમ જેને, એવો છે. વળી કેવો છે? ‘‘अर्थालम्बनकाले ज्ञानस्य सत्त्वं कलयन् एव’’ (अर्थ) જીવાદિ સમસ્ત જ્ઞેયવસ્તુને (आलम्बन) જાણતી (काले) વખતે જ (ज्ञानस्य) જ્ઞાનમાત્ર વસ્તુની (सत्त्वं) સત્તા છે (कलयन्) એવો અનુભવ કરે છે, (एव) એવો જ છે. તેના પ્રતિ સ્યાદ્વાદી વસ્તુની સિદ્ધિ કરે છે — ‘‘पुनः स्याद्वादवेदी तिष्ठति’’ (पुनः) એકાન્તવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (स्याद्वादवेदी) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (तिष्ठति) વસ્તુસ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘अस्य परकालतः नास्तित्वं कलयन्’’ (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (परकालतः) જ્ઞેયાવસ્થાના જાણપણાથી (नास्तित्वं) નાસ્તિપણુ છે એવી (कलयन्) પ્રતીતિ કરે છે સ્યાદ્વાદી. વળી કેવો છે ‘‘आत्मनिखातनित्यसहज- ज्ञानैकपुञ्जीभवन्’’ (आत्म) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (निखात) અનાદિથી એક વસ્તુરૂપ, (नित्य) અવિનશ્વર, (सहज) ઉપાય વિના દ્રવ્યના સ્વભાવરૂપ-એવી જે (ज्ञान) જાણપણારૂપ શક્તિ તે-રૂપ (एकपुञ्जीभवन्) હું જીવવસ્તુ છું, અવિનશ્વર જ્ઞાનસ્વરૂપ છું – એવો અનુભવ કરતો થકો. — આવો છે સ્યાદ્વાદી. ૧૧ – ૨૫૭.
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः ।
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।।१२-२५८।।