કહાનજૈનશાસ્ત્રમાળા ]
एव’’ (पशुः) એકાન્તવાદી (सीदति) વસ્તુના સ્વરૂપને સાધવાને ભ્રષ્ટ છે, (एव) અવશ્ય એમ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘अत्यन्ततुच्छः’’ વસ્તુના અસ્તિત્વના જ્ઞાનથી અત્યંત શૂન્ય છે. વળી કેવો છે? ‘‘न किञ्चन अपि कलयन्’’ (न किञ्चन) જ્ઞેય-અવસ્થાના જાણપણામાત્ર જ્ઞાન છે, તેનાથી ભિન્ન કોઈ વસ્તુરૂપ જ્ઞાનવસ્તુ નથી, (अपि) અંશમાત્ર પણ નથી — (कलयन्) એવી અનુભવરૂપ પ્રતીતિ કરે છે. વળી કેવો છે? ‘‘पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्’’ (पूर्व) કોઈ પહેલા અવસરમાં (आलम्बित) જાણીને તેની આકૃતિરૂપ થયેલા જે (बोध्य) જ્ઞેયાકાર જ્ઞાનપર્યાય, તેના (नाशसमये) વિનાશસંબંધી કોઈ અન્ય અવસરમાં (ज्ञानस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનો (नाशं विदन्) નાશ માને છે, — એવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. તેને સ્યાદ્વાદી સંબોધે છે — ‘‘पुनः स्याद्वादवेदी पूर्णः तिष्ठति’’ (पुनः) એકાન્તદ્રષ્ટિ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (स्याद्वादवेदी) અનેકાન્ત-અનુભવશીલ જીવ (पूर्णः तिष्ठति) ‘ત્રિકાળગોચર જ્ઞાનમાત્ર જીવવસ્તુ’ એવો અનુભવ કરતો થકો તેના પર દ્રઢ છે. કેવો દ્રઢ છે? ‘‘बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि’’ (बाह्यवस्तुषु) સમસ્ત જ્ઞેય અથવા જ્ઞેયાકાર પરિણમેલા જ્ઞાનપર્યાયના અનેક ભેદ, તેઓ (मुहुः भूत्वा) અનેક પર્યાયરૂપ થાય છે, (विनश्यत्सु अपि) અનેક વાર વિનશે છે, તોપણ દ્રઢ રહે છે. વળી કેવો છે? ‘‘अस्य निजकालतः अस्तित्वं कलयन्’’ (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (निजकालतः) ત્રિકાળ શાશ્વત જ્ઞાનમાત્ર અવસ્થાથી (अस्तित्वं कलयन्) વસ્તુપણું અથવા અસ્તિપણું અનુભવે છે સ્યાદ્વાદી જીવ. ૧૦-૨૫૬.
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति ।
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन् ।।११-२५७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી;