૨૪૨
ક્ષેત્રને જાણે છે, પોતાના પ્રદેશોથી સર્વથા શૂન્ય છે એવું (न अनुभवति) માનતો નથી; જ્ઞાનવસ્તુ જ્ઞેયના ક્ષેત્રને જાણે છે, જ્ઞેયક્ષેત્રરૂપ નથી એમ માને છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘त्यक्तार्थः अपि’’ જ્ઞેયક્ષેત્રની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એમ માને છે તોપણ જ્ઞાન પોતાના ક્ષેત્રરૂપ છે — એમ માને છે. વળી કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वधामनि वसन्’’ જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે એમ અનુભવે છે. વળી કેવો છે? ‘‘परक्षेत्रे नास्तितां विदन्’’ (परक्षेत्रे) જ્ઞેયપ્રદેશની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેમાં (नास्तितां विदन्) નાસ્તિપણું માને છે અર્થાત્ જાણે છે તો જાણો તોપણ એતાવન્માત્ર (એટલું માત્ર) જ્ઞાનનું ક્ષેત્ર નથી – એમ માને છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ‘‘परात् आकारकर्षी’’ પરક્ષેત્રની આકૃતિરૂપે પરિણમ્યો છે જ્ઞાનનો પર્યાય, તેનાથી ભિન્નપણે જ્ઞાનવસ્તુના પ્રદેશોનો અનુભવ કરવાને સમર્થ છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક, એકાન્તપણું વસ્તુસ્વરૂપનું ઘાતક; તેથી સ્યાદ્વાદ ઉપાદેય છે. ૯-૨૫૫.
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः ।
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ।।१०-२५६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જ્ઞેયવસ્તુના અતીત- અનાગત-વર્તમાનકાળ સંબંધી અનેક અવસ્થાભેદ છે, તેમને જાણતાં જ્ઞાનના પર્યાયરૂપ અનેક અવસ્થાભેદ થાય છે, તેમાં જ્ઞેયસંબંધી પહેલો અવસ્થાભેદ વિનશે છે, તે અવસ્થાભેદ વિનશતાં તેની આકૃતિરૂપે પરિણમેલા જ્ઞાનપર્યાયનો અવસ્થાભેદ પણ વિનશે છે, તેનો — અવસ્થાભેદનો — વિનાશ થતાં એકાન્તવાદી મૂળથી જ્ઞાન- વસ્તુનો વિનાશ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ અવસ્થાભેદથી વિનશે છે, દ્રવ્યરૂપે વિચારતાં પોતાની જાણપણારૂપ અવસ્થાથી શાશ્વત છે, ન ઊપજે છે, ન વિનશે છે — આવું સમાધાન સ્યાદ્વાદી કરે છે. એ જ કહે છે — ‘‘पशुः सीदति