કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहार्थैर्वमन् ।
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान् ।।९-२५५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી જ્ઞેયવસ્તુના પ્રદેશોને જાણતાં જ્ઞાનને અશુદ્ધપણું માને છે; ‘જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, તે જ્ઞાનનો પર્યાય છે’ – એમ માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે, જ્ઞેયના પ્રદેશોને જાણે છે એવો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી; – એવું માને છે સ્યાદ્વાદી. એ જ કહે છે — ‘‘पशुः प्रणश्यति’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (प्रणश्यति) વસ્તુમાત્ર સાધવાથી ભ્રષ્ટ છે — અનુભવ કરવાને ભ્રષ્ટ છે. કેવો થઈને ભ્રષ્ટ છે? ‘‘तुच्छीभूय’’ તત્ત્વજ્ઞાનથી શૂન્ય થઈને. વળી કેવો છે? ‘‘अर्थैः सह चिदाकारान् वमन्’’ (अर्थैः सह) જ્ઞાનગોચર છે જે જ્ઞેયના પ્રદેશો તેમની સાથે (चिदाकारान्) જ્ઞાનની શક્તિનું અથવા જ્ઞાનના પ્રદેશોનું (वमन्) મૂળથી વમન કર્યું છે અર્થાત્ તેમનું નાસ્તિપણું જાણ્યું છે જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्’’ (पृथग्विध) પર્યાયરૂપ જે (परक्षेत्र) જ્ઞેયવસ્તુના પ્રદેશોને જાણતાં થાય છે તેમની આકૃતિરૂપે જ્ઞાનની પરિણતિ, તે-રૂપ (स्थित) પરિણમતી જે (अर्थ) જ્ઞાનવસ્તુ તેને, (उज्झनात्) ‘આવું જ્ઞાન અશુદ્ધ છે’ એવી બુદ્ધિ વડે ત્યાગ કરતો થકો; એવો છે એકાન્તવાદી. શા માટે જ્ઞેયપરિણત જ્ઞાનને હેય કરે છે? ‘‘स्वक्षेत्रस्थितये’’ (स्वक्षेत्र) જ્ઞાનના ચૈતન્યપ્રદેશની (स्थितये) સ્થિરતા માટે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ જ્ઞેયના પ્રદેશોના જાણપણાથી રહિત થાય તો શુદ્ધ થાય, એમ માને છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. તેના પ્રતિ સ્યાદ્વાદી કહે છે — ‘‘तु स्याद्वादी तुच्छतां न अनुभवति’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તદ્રષ્ટિ જીવ (तुच्छताम्) જ્ઞાનવસ્તુ જ્ઞેયના