Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 240 of 269
PDF/HTML Page 262 of 291

 

૨૪૦

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

સમસ્ત વસ્તુનો છે આધારભૂત પ્રદેશપુંજ તેને જાણે છે જ્ઞાન, જાણતુ થકું તેની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એનું નામ પરક્ષેત્ર છે, તે ક્ષેત્રને જ્ઞાનનું ક્ષેત્ર માને છે. એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ, તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે ચૈતન્યપ્રદેશમાત્ર જ્ઞાનનું ક્ષેત્ર, તેને માનતો નથી. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ પરક્ષેત્રને જાણે છે પરંતુ પોતાના ક્ષેત્રરૂપ છે, પરનું ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી. તે જ કહે છે‘‘

पशुः सीदति एव’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (सीदति)

ઓલાંની (કરાની) માફક ગળે છે, જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકતો નથી, (एव) નિશ્ચયથી એમ જ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘भिन्नक्षेत्रनिषण्ण- बोध्यनियतव्यापारनिष्ठः’’ (भिन्नक्षेत्र) પોતાના ચૈતન્યપ્રદેશથી અન્ય છે જે સમસ્ત દ્રવ્યોનો પ્રદેશપુંજ (निषण्ण) તેની આકૃતિરૂપ પરિણમ્યો છે એવો છે જે (बोध्यनियतव्यापार) જ્ઞેય-જ્ઞાયકનો અવશ્ય સંબંધ, તેમાં (निष्ठः) નિષ્ઠ છે અર્થાત એતાવન્માત્રને (-એટલામાત્રને) જાણે છે જ્ઞાનનું ક્ષેત્ર, એવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘सदा’’ અનાદિ કાળથી એવો જ છે. વળી કેવો છે મિથ્યાદ્રષ્ટિ જીવ? ‘‘अभितः बहिः पतन्तम् पुमांसं पश्यन्’’ (अभितः) મૂળથી માંડીને (बहिः पतन्तम्) પરક્ષેત્રરૂપ પરિણમી છે એમ (पुमांसं) જીવવસ્તુને (पश्यन्) માને છેઅનુભવે છે, એવો છે મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘पुनः स्याद्वादवेदी तिष्ठति’’ (पुनः) એકાન્તવાદી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી પરંતુ (स्याद्वादवेदी) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (तिष्ठति) જે પ્રમાણે માને છે તેવી વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે તે વસ્તુને સાધી શકે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वक्षेत्रास्तितया निरुद्धरभसः’’ (स्वक्षेत्र) સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપ ચૈતન્યપ્રદેશ, તેની (अस्तितया) સત્તારૂપે (निरुद्धरभसः) પરિણમ્યું છે જ્ઞાનનું સર્વસ્વ જેનું, એવો છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ‘‘आत्म- निखातबोध्यनियतव्यापारशक्तिः भवन्’’ (आत्म) જ્ઞાનવસ્તુમાં (निखात) જ્ઞેય પ્રતિબિંબરૂપ છેએવો છે (बोध्यनियतव्यापार) જ્ઞેય-જ્ઞાયકરૂપ અવશ્ય સંબંધ, આવું (शक्तिः) જાણ્યું છે જ્ઞાનવસ્તુનું સહજ જેણે, એવો (भवन्) હોતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ પરક્ષેત્રને જાણે છે એવું સહજ છે, પરંતુ પોતાના પ્રદેશોમાં છે, પરાયા પ્રદેશોમાં નથીએમ માને છે સ્યાદ્વાદી જીવ, તેથી વસ્તુને સાધી શકે છેઅનુભવ કરી શકે છે. ૮-૨૫૪.