કહાનજૈનશાસ્ત્રમાળા ]
સત્તામાત્ર જ્ઞાનવસ્તુ હોવાની (भ्रमतः) થાય છે ભ્રાન્તિ, તે કારણથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉષ્ણને જાણતાં ઉષ્ણની આકૃતિરૂપે જ્ઞાન પરિણમે છે એમ દેખીને જ્ઞાનને ઉષ્ણસ્વભાવ માને છે મિથ્યાદ્રષ્ટિ જીવ તેમ. કેવો થતો થકો? ‘‘दुर्वासनावासितः’’ (दुर्वासना) અનાદિના મિથ્યાત્વ સંસ્કાર તે વડે (वासितः) થયો છે સ્વભાવથી ભ્રષ્ટ એવો. એવો કેમ છે? ‘‘सर्वद्रव्यमयं पुरुषं प्रपद्य’’ (सर्वद्रव्य) જેટલાં સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું (मयं) તે-મય જીવ છે અર્થાત્ તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી (पुरुषं) જીવવસ્તુને (प्रपद्य) પ્રતીતિરૂપ માનીને. — આમ મિથ્યાદ્રષ્ટિ જીવ માને છે. ‘‘तु स्याद्वादी स्वद्रव्यम् आश्रयेत् एव’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. તે આ પ્રમાણેઃ (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (स्वद्रव्यम् आश्रयेत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ એમ સાધી શકે છે — અનુભવ કરી શકે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ (एव) એવો જ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्’’ (समस्तवस्तुषु) જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે સમસ્ત જ્ઞેયનું સ્વરૂપ, તેમાં (परद्रव्यात्मना) અનુભવે છે જ્ઞાનવસ્તુથી ભિન્નપણું, તેના કારણે (नास्तितां जानन्) નાસ્તિપણું અનુભવતો થકો. ભાવાર્થ આમ છે કે સમસ્ત જ્ઞેય જ્ઞાનમાં ઉદ્દીપિત થાય છે પરંતુ જ્ઞેયરૂપ છે, જ્ઞાનરૂપ થયું નથી. કેવો છે સ્યાદ્વાદી? ‘‘निर्मलशुद्धबोधमहिमा’’ (निर्मल) મિથ્યાદોષથી રહિત તથા (शुद्ध) રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત એવું જે (बोध) અનુભવજ્ઞાન તેનાથી છે (महिमा) પ્રતાપ જેનો, એવો છે. ૭ – ૨૫૩.
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः ।
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन् ।।८-२५४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયરૂપ માને છે, દ્રવ્યરૂપ માનતો નથી; તેથી જેટલો