૨૩૮
અસહાયરૂપે (आलिखित) લખાયેલાની માફક (स्फु ट) જેવો ને તેવો (स्थिर) અમિટ (-અટળ) જે (परद्रव्य) જ્ઞેયાકાર જ્ઞાનનો પરિણામ તેનાથી માનેલું જે (अस्तिता) અસ્તિત્વ, તેનાથી (वञ्चितः) ઠગાયો છે — એવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘तु स्याद्वादी पूर्णो भवन् जीवति’’ (तु) એકાન્તવાદી કહે છે તે પ્રમાણે નથી. (स्याद्वादी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (पूर्णो भवन) પૂર્ણ હોતો થકો (जीवति) જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકે છે — અનુભવ કરી શકે છે. શાના વડે? ‘‘स्वद्रव्यास्तितया’’ (स्वद्रव्य) નિર્વિકલ્પ જ્ઞાનશક્તિમાત્ર વસ્તુ, તેના (अस्तितया) અસ્તિત્વપણા વડે. શું કરીને? ‘‘निपुणं निरूप्य’’ જ્ઞાનમાત્ર જીવવસ્તુનો પોતાના અસ્તિત્વથી કર્યો છે અનુભવ જેણે એવો થઈને. શાના વડે? ‘‘विशुद्धबोधमहसा’’ (विशुद्ध) નિર્મળ જે (बोध) ભેદજ્ઞાન તેના (महसा) પ્રતાપ વડે. કેવો છે (ભેદજ્ઞાનનો પ્રતાપ)? ‘‘सद्यः समुन्मज्जता’’ તે જ કાળે પ્રગટ થાય છે. ૬-૨૫૨.
स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति ।
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ।।७-२५३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી સમસ્ત જ્ઞેયવસ્તુ જ્ઞાનમાં ગર્ભિત માને છે. તે એવું કહે છે — ઉષ્ણને જાણતું જ્ઞાન ઉષ્ણ છે, શીતળને જાણતું જ્ઞાન શીતળ છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન જ્ઞેયનું જ્ઞાયકમાત્ર તો છે, પરંતુ જ્ઞેયનો ગુણ જ્ઞેયમાં છે, જ્ઞાનમાં જ્ઞેયનો ગુણ નથી. તે જ કહે છે — ‘‘किल पशुः विश्राम्यति’’ (किल) અવશ્ય (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (विश्राम्यति) વસ્તુસ્વરૂપને સાધવાને અસમર્થ હોતો થકો અત્યંત ખેદખિન્ન થાય છે. શા કારણથી? ‘‘परद्रव्येषु स्वद्रव्यभ्रमतः’’ (परद्रव्येषु) જ્ઞેયને જાણતાં જ્ઞેયની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન – એવો જે જ્ઞાનનો પર્યાય, તેમાં (स्वद्रव्य) નિર્વિકલ્પ