કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रत्यक्षालिखितस्फु टस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति ।
स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।।६-२५२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જે પર્યાયમાત્રને વસ્તુરૂપ માને છે, તેથી જ્ઞેયને જાણતાં જ્ઞેયાકાર પરિણમ્યો છે જે જ્ઞાનનો પર્યાય, તેનું જ્ઞેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે, જ્ઞેયથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુને માનતો નથી. આથી એવો ભાવ પ્રાપ્ત થાય છે કે પરદ્રવ્યના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. તેના ભેદ ચાર છેઃ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ, સ્વભાવપણે અસ્તિ; પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, પરકાળપણે નાસ્તિ, પરભાવપણે નાસ્તિ. તેમનું લક્ષણઃ સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે. ‘‘
નથી. કેવો છે? ‘‘परितः शून्यः’’ સર્વ પ્રકારે તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. શા કારણથી? ‘‘स्वद्रव्यानवलोकनेन’’ (स्वद्रव्य) નિર્વિકલ્પ વસ્તુમાત્રની (अनवलोकनेन) પ્રતીતિ કરતો નથી તે કારણથી. વળી કેવો છે? ‘‘प्रत्यक्षालिखितस्फु टस्थिरपरद्रव्यास्तितावञ्चितः’’ (प्रत्यक्ष)