૨૩૬
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે વસ્તુને દ્રવ્યરૂપ માત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જ્ઞાનને નિર્વિકલ્પ વસ્તુમાત્ર માને છે, જ્ઞેયાકાર પરિણતિરૂપ જ્ઞાનનો પર્યાય માનતો નથી; તેથી જ્ઞેયવસ્તુને જાણતાં જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનો દ્રવ્યરૂપે ‘એક’ અને પર્યાયરૂપે ‘અનેક’ એવો સ્વભાવ સાધે છે. — એમ કહે છેઃ
(ज्ञानं) જ્ઞાનને અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (न इच्छति) સાધી શકતો નથી — અનુભવગોચર કરી શકતો નથી. કેવું છે જ્ઞાન? ‘‘स्फु टम् अपि’’ પ્રકાશરૂપે જોકે પ્રગટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘प्रक्षालनं कल्पयन्’’ કલંક ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. શેમાં? ‘‘ज्ञेयाकारकलङ्कमेचकचिति’’ (ज्ञेय) જેટલી જ્ઞેયવસ્તુ છે, તે (आकार) જ્ઞેયને જાણતાં થયું છે તેની આકૃતિરૂપ જ્ઞાન, એવું જે (कलङ्क) કલંક, તેના કારણે (मेचक) અશુદ્ધ થઈ છે – એવી છે (चिति) જીવવસ્તુ, તેમાં. ભાવાર્થ આમ છે કે — જ્ઞેયને જાણે છે જ્ઞાન, તેને એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વભાવ માનતો નથી, અશુદ્ધપણારૂપે માને છે. એકાન્તવાદીનો અભિપ્રાય આવો કેમ છે? ‘‘एकाकारचिकीर्षया’’ કેમકે (एकाकार) સમસ્ત જ્ઞેયના જાણપણાથી રહિત થતો થકો નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો પરિણામ (चिकीर्षया) જ્યારે થાય ત્યારે જ્ઞાન શુદ્ધ છે, એવો છે અભિપ્રાય એકાન્તવાદીનો. તેના પ્રતિ ‘એક-અનેકરૂપ’ જ્ઞાનનો સ્વભાવ સાધે છે સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ જીવ — ‘‘अनेकान्तविद् ज्ञानं पश्यति’’ (अनेकान्तविद्) સ્યાદ્વાદી જીવ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (पश्यति) સાધી શકે છે — અનુભવ કરી શકે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वतः क्षालितं’’ સહજ જ શુદ્ધસ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે? ‘‘तत् वैचित्र्ये अपि अविचित्रताम् पर्यायैः अनेकतां उपगतं परिमृशन्’’ (तत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (वैचित्र्ये अपि अविचित्रताम्) અનેક જ્ઞેયાકારની અપેક્ષાએ પર્યાયરૂપે અનેક છે તોપણ દ્રવ્યરૂપે એક છે, (पर्यायैः अनेकतां उपगतं) જોકે દ્રવ્યરૂપે એક છે તોપણ અનેક જ્ઞેયાકારરૂપ પર્યાયની અપેક્ષાએ અનેકપણાને પામે છે; – આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છે — અનુભવ- ગોચર કરી શકે છે; (परिमृशन्) આવી દ્રવ્યરૂપ પર્યાયરૂપ વસ્તુને અનુભવતો થકો ‘સ્યાદ્વાદી’ એવું નામ પામે છે. ૫-૨૫૧.