Samaysar Kalash Tika (Gujarati). Shlok: 265-266.

< Previous Page   Next Page >


Page 252 of 269
PDF/HTML Page 274 of 291

 

૨૫૨

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

હૂંડી લખી હતી કે ઉપાય તથા ઉપેય કહીશું; ઉપાય એટલે જીવવસ્તુની પ્રાપ્તિનું સાધન, ઉપેય એટલે સાધ્યવસ્તુ; તેમાં પ્રથમ જ સાધ્યરૂપ વસ્તુનું સ્વરૂપ કહ્યું, સાધન કહે છે. ૧-૨૬૪.

(વસન્તતિલકા)
नैकान्तसंगतद्रशा स्वयमेव वस्तु-
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः
स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलंघयन्तः
।।२-२६५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सन्तः इति ज्ञानीभवन्ति’’ (सन्तः) સંતો અર્થાત સમ્યગ્દ્રષ્ટિ જીવો (इति) આ રીતે (ज्ञानीभवन्ति)અનાદિ કાળથી કર્મબંધ સંયુક્ત હતાસામ્પ્રત (હવે) સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે સન્તો? ‘‘जिननीतिमलंघयन्तः’’ (जिन) કેવળીનો (नीतिम्) કહેલો જે માર્ગ (अलंघयन्तः) તે જ માર્ગ પર ચાલે છે, તે માર્ગને ઉલ્લંઘીને અન્ય માર્ગ પર ચાલતા નથી. શું કરીને? ‘‘अधिकाम् स्याद्वादशुद्धिम् अधिगम्य’’ (अधिकाम्) પ્રમાણ છે એવો જે (स्याद्वादशुद्धिम्) અનેકાન્તરૂપ વસ્તુનો ઉપદેશ, તેનાથી થયું છે જ્ઞાનનું નિર્મળપણું, તેની (अधिगम्य) સહાયતા પામીને. કેવા છે સન્તો? ‘‘वस्तुतत्त्वव्यवस्थितिम् स्वयम् एव प्रविलोकयन्तः’’ (वस्तु) જીવદ્રવ્યનું (तत्त्व) જેવું છે સ્વરૂપ, તેનાં (व्यवस्थितिम्) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપને (स्वयम् एव प्रविलोकयन्तः) સાક્ષાત્ પ્રત્યક્ષપણે દેખે છે. કેવા નેત્ર વડે દેખે છે? ‘‘नैकान्तसङ्गतद्रशा’’ (नैकान्त) સ્યાદ્વાદ સાથે (सङ्गत) મળેલા (द्रशा) લોચન વડે. ૨-૨૬૫.

(વસન્તતિલકા)
ये ज्ञानमात्रनिजभावमयीमक म्पां
भूमिं श्रयन्ति क थमप्यपनीतमोहाः
ते साधक त्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति
।।३-२६६।।