કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ते सिद्धाः भवन्ति’’ (ते) એવા છે જે જીવો તે (सिद्धाः भवन्ति) સકળ કર્મકલંકથી રહિત મોક્ષપદને પામે છે. કેવા થઈને ‘‘साधकत्वम् अधिगम्य’’ શુદ્ધ જીવના અનુભવગર્ભિત છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કારણ- રત્નત્રય, તે-રૂપ પરિણમ્યો છે આત્મા, એવા થઈને. વળી કેવા છે તે? ‘‘ये ज्ञानमात्रनिजभावमयीम् भूमिं श्रयन्ति’’ (ये) જે કોઈ (ज्ञानमात्र) ચેતના છે સર્વસ્વ જેનું એવો (निजभाव) જીવદ્રવ્યનો અનુભવ (मयीम्) તે-મય અર્થાત્ જેમાં કોઈ વિકલ્પ નથી એવી (भूमिं) મોક્ષના કારણભૂત અવસ્થાને (श्रयन्ति) પ્રાપ્ત થાય છે — એકાગ્રપણે તે ભૂમિરૂપ પરિણમે છે. કેવી છે ભૂમિ? ‘‘अकम्पां’’ નિર્દ્વન્દ્વરૂપ સુખગર્ભિત છે. કેવા છે તે જીવો? ‘‘कथमपि अपनीतमोहाः’’ (कथम् अपि) અનંત કાળ ભમતાં કાળલબ્ધિ પામીને (अपनीत) મટ્યો છે (मोहाः) મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ જેમનો, એવા છે. ભાવાર્થ આમ છે કે આવા જીવો મોક્ષના સાધક થાય છે. ‘‘तु मूढाः अमूम् अनुपलभ्य परिभ्रमन्ति’’ (तु) કહેલા અર્થને દ્રઢ કરે છે — (मूढाः) જીવવસ્તુનો અનુભવ જેમને નથી એવા જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો છે તે (अमूम्) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ અવસ્થાને (अनुपलभ्य) પામ્યા વિના (परिभ्रमन्ति) ચતુર્ગતિસંસારમાં ભટકે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. ૩-૨૬૬.
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः ।
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ।।४-२६७।।
ખંડાન્વય સહિત અર્થઃ — આવી અનુભવ ભૂમિકાને કેવો જીવ યોગ્ય છે તે કહે છે — ‘‘सः एकः इमां भूमिम् श्रयति’’ (सः) આવો (एकः) આ જ એક જાતિનો જીવ (इमां भूमिम्) પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ અવસ્થાના (श्रयति) અવલંબનને યોગ્ય છે અર્થાત્ એવી અવસ્થારૂપ પરિણમવાનો પાત્ર છે. કેવો છે તે જીવ? ‘‘यः