૨૫૪
स्वम् अहरहः भावयति’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वम्) જીવના શુદ્ધ સ્વરૂપને (अहरहः भावयति) નિરંતર અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવે છે. શાનાથી અનુભવે છે? ‘‘स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां’’ (स्याद्वाद) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ વસ્તુના અનુભવનું (कौशल) કૌશલ્ય અર્થાત્ વિપરીતપણાથી રહિત — વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે — અંગીકાર, તથા (सुनिश्चलसंयमाभ्यां) સમસ્ત રાગાદિ અશુદ્ધ પરિણતિનો ત્યાગ, – એ બંનેની સહાયતાથી. વળી કેવો છે? ‘‘इह उपयुक्तः’’ (इह) પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં (उपयुक्तः) સર્વ કાળ એકાગ્રપણે તલ્લીન છે. વળી કેવો છે? ‘‘ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीपात्रीकृतः’’ (ज्ञाननय) શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે, (क्रियानय) રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી, કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે; — આવા છે જે જ્ઞાનનય તથા ક્રિયાનય, તેમનું છે જે
પરસ્પર અત્યંત મિત્રપણું — શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, એવું અત્યંત મિત્રપણું — તેનો (पात्रीकृतः) પાત્ર થયો છે અર્થાત્ જ્ઞાનનયક્રિયાનયનું એક સ્થાનક છે. ભાવાર્થ આમ છે કે બંને નયોના અર્થ સહિત બિરાજમાન છે. ૪-૨૬૭.
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः ।
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ।।५-२६८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तस्य एव आत्मा उदयति’’ (तस्य) પૂર્વોક્ત જીવને (एव) અવશ્ય (आत्मा) જીવપદાર્થ (उदयति) સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે, અનંતચતુષ્ટયરૂપ થાય છે. વળી કેવો પ્રગટ થાય છે? ‘‘अचलार्चिः’’ સર્વ કાળ