કહાનજૈનશાસ્ત્રમાળા ]
એકરૂપ છે કેવળજ્ઞાન-કેવળદર્શન તેજપુંજ જેનો એવો છે. વળી કેવો છે? ‘‘चित्पिण्डचण्डिमविलासिविकासहासः’’ (चित्पिण्ड) જ્ઞાનપુંજના (चण्डिम) પ્રતાપની (विलासि) એકરૂપ પરિણતિ એવું જે (विकास) પ્રકાશસ્વરૂપ તેનું (हासः) નિધાન છે. વળી કેવો છે? ‘‘शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः’’ (शुद्धप्रकाश) રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વરૂપ પરિણામ તેની (भर) વારંવાર જે શુદ્ધત્વરૂપ પરિણતિ, તેનાથી (निर्भर) થયો છે (सुप्रभातः) સાક્ષાત્ ઉદ્યોત જેમાં, એવો છે. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિસંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વપરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે. વળી કેવો છે? ‘‘
દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે (सुस्थित) જે આકુળતાથી રહિતપણું, તેનાથી (सदा) સર્વ કાળ (अस्खलित) અમિટ (-અટળ) છે (एकरूपः) તદ્રૂપ સર્વસ્વ જેનું, એવો છે. ૫-૨૬૮.
शुद्धस्वभावमहिमन्युदिते मयीति ।
र्नित्योदयः परमयं स्फु रतु स्वभावः ।।६-२६९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं स्वभावः परम् स्फु रतु’’ (अयं स्वभावः) વિદ્યમાન છે જે જીવપદાર્થ (परम् स्फु रतु) તે જ એક અનુભવરૂપ પ્રગટ હો. કેવો છે? ‘‘नित्योदयः’’ સર્વ કાળ એકરૂપ પ્રગટ છે. વળી કેવો છે? ‘‘इति मयि उदिते अन्यभावैः किम्’’ (इति) પૂર્વોક્ત વિધિથી (मयि उदिते) હું ‘શુદ્ધ જીવસ્વરૂપ છું’ એવા અનુભવરૂપ પ્રત્યક્ષ થતાં (अन्यभावैः) અન્ય ભાવોથી અર્થાત્ અનેક છે જે વિકલ્પો તેમનાથી (किम्) શું પ્રયોજન છે? કેવા છે અન્ય ભાવ? ‘‘बन्धमोक्षपथपातिभिः’’ (बन्धपथ) મોહ-રાગ-દ્વેષ બંધનું કારણ છે, (मोक्षपथ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે, — એવા જે પક્ષ તેમાં (पातिभिः) પડનારા છે અર્થાત્ પોતપોતાના પક્ષને કહે છે,