૨૫૬
એવા છે અનેક વિકલ્પરૂપ. ભાવાર્થ આમ છે કે એવા વિકલ્પો જેટલા કાળ સુધી હોય છે તેટલા કાળ સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતો નથી; શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં એવા વિકલ્પો વિદ્યમાન જ નથી હોતા, વિચાર કોનો કરવામાં આવે? કેવો છું હું? ‘‘
(दीपित) પ્રગટ થયું છે (लसत्) પ્રત્યક્ષ (महसि) જ્ઞાનમાત્ર સ્વરૂપ જેનું. વળી કેવો છું? ‘‘प्रकाशे’’ સર્વ કાળ ઉદ્યોતસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘शुद्धस्वभावमहिमनि’’ (शुद्धस्वभाव) શુદ્ધપણાના કારણે (महिमनि) પ્રગટપણું છે જેનું. ૬-૨૬૯.
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः ।
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि ।।७-२७०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तस्मात् अहं चित् महः अस्मि’’ (तस्मात्) તે કારણથી (अहं) હું (चित् महः अस्मि) જ્ઞાનમાત્ર પ્રકાશપુંજ છું; વળી કેવો છું? ‘‘अखण्डम्’’ અખંડિતપ્રદેશ છું; વળી કેવો છું? ‘‘अनिराकृतखंडम्’’ કોઈના કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડરૂપ છું; વળી કેવો છું? ‘‘एकम्’’ સમસ્ત વિકલ્પોથી રહિત છું; વળી કેવો છું? ‘‘एकान्तशान्तम्’’ (एकान्त) સર્વથા પ્રકારે (शान्तम्) સમસ્ત પરદ્રવ્યોથી રહિત છું; વળી કેવો છું? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી સર્વ કાળે અન્યથા નથી; – આવો ચૈતન્યસ્વરૂપ હું છું; કારણ કે ‘‘अयम् आत्मा नयेक्षणखण्डयमानः सद्यः प्रणश्यति’’ (अयम् आत्मा) આ જીવવસ્તુ (नय) દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એવા અનેક વિકલ્પરૂપ (ईक्षण) અનેક લોચન તેમના દ્વારા (खण्डयमानः) અનેકરૂપ જોવામાં આવતી થકી (सद्यः प्रणश्यति) ખંડખંડરૂપ થઈને મૂળથી શોધી જડતી નથી — નાશ પામે છે. આટલા નયો એકમાં કઈ રીતે ઘટે છે? ઉત્તર આમ છેઃ કેમ કે આવું છે જીવદ્રવ્ય — ‘‘चित्रात्मशक्तिसमुदायमयः’’ (चित्र) અનેક પ્રકારે — અસ્તિપણું, નાસ્તિપણું, એકપણું, અનેકપણું, ધ્રુવપણું, અધ્રુવપણું ઈત્યાદિ અનેક છે