કહાનજૈનશાસ્ત્રમાળા ]
એવા — જે (आत्मशक्ति) જીવદ્રવ્યના ગુણો તેમનું જે (समुदाय) દ્રવ્યથી અભિન્નપણું (मयः) તે-મય અર્થાત્ એવું છે જીવદ્રવ્ય; તેથી એક શક્તિને કહે છે એક નય, પરંતુ અનંત શક્તિઓ છે તેથી એક એક નય કરતાં અનંત નય થાય છે. એ પ્રમાણે કરતાં ઘણા વિકલ્પો ઊપજે છે, જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાનવસ્તુમાત્ર અનુભવ કરવાયોગ્ય છે. ૭-૨૭૦.
न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रभावोऽस्मि ।“
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘भावः अस्मि’’ હું વસ્તુસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘ज्ञानमात्र’’ ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. ‘‘एकः’’ સમસ્ત ભેદ- વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? ‘‘सुविशुद्धः’’ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું? ‘‘द्रव्येण न खण्डयामि’’ જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘क्षेत्रेण न खण्डयामि’’ જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘कालेन न खण्डयामि’’ જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘भावेन न खण्डयामि’’ જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે — એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તોપણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દ્રષ્ટાન્ત — જેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણ — કોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે; તેમ એક જીવવસ્તુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે, – એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ- ગંધ-વર્ણે બિરાજમાન પુદ્ગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે, * શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં આ ભાગ કળશરૂપ પદ્ય નથી, પરંતુ ગદ્ય છે; તેથી તેને