૨૫૮
વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ- સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્રમાત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે. સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે ‘અખંડિત’ છે. ‘અખંડિત’ શબ્દનો આવો અર્થ છે.
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव ।
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।।८-२७१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે જ્ઞેય-જ્ઞાયકસંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે — ‘‘अहम् अयं यः ज्ञानमात्रः भावः अस्मि’’ (अहम्) હું (अयं यः) જે કોઈ (ज्ञानमात्रः भावः अस्मि) ચેતનાસર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું ‘‘सः ज्ञेयः न एव’’ તે હું જ્ઞેયરૂપ છું, પરંતુ એવા જ્ઞેયરૂપ નથી; કેવા જ્ઞેયરૂપ નથી? ‘‘ज्ञेयज्ञानमात्रः’’ (ज्ञेय) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (ज्ञानमात्रः) જાણપણામાત્ર. ભાવાર્થ આમ છે કે — હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં જ્ઞેય – એમ તો નથી. તો કેમ છે? આમ છે — ‘‘ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ज्ञेयः’’ (ज्ञान) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (ज्ञेय) જ્ઞેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (ज्ञातृ) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, — એવા ત્રણ ભેદ (मद्वस्तुमात्रः) મારું સ્વરૂપમાત્ર છે (ज्ञेयः) એવા જ્ઞેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે — હું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ જ્ઞેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; – એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? ‘‘ज्ञानज्ञेयकल्लोलवल्गन्’’ (ज्ञान) જીવ જ્ઞાયક