કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે, (ज्ञेय) જીવ જ્ઞેયરૂપ છે, એવો જે (कल्लोल) વચનભેદ તેનાથી (वल्गन्) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે — વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-૨૭૧.
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम ।
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फु रत् ।।९-२७२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે, તેથી જેમ નાટકમાં એક ભાવ અનેકરૂપે દેખાડવામાં આવે છે તેમ એક જીવદ્રવ્ય અનેક ભાવો દ્વારા સાધવામાં આવે છે. ‘‘मम तत्त्वं’’ મારો જ્ઞાનમાત્ર જીવપદાર્થ આવો છે. કેવો છે? ‘‘क्वचित् मेचकं लसति’’ કર્મસંયોગ વડે રાગાદિ વિભાવરૂપ પરિણતિથી જોતાં અશુદ્ધ છે એવો આસ્વાદ આવે છે. ‘‘पुनः’’ એકાન્તથી આવો જ છે એમ નથી; આવો પણ છે — ‘‘क्वचित् अमेचकं’’ એક વસ્તુમાત્રરૂપ જોતાં શુદ્ધ છે. એકાન્તથી આવો પણ નથી. તો કેવો છે? ‘‘क्वचित् मेचकामेचकं’’ અશુદ્ધ પરિણતિરૂપ તથા વસ્તુમાત્રરૂપ એમ એકીવખતે જોતાં અશુદ્ધ પણ છે, શુદ્ધ પણ છે; — એ પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે. એવું કેમ છે? (सहजं) સ્વભાવથી એવું જ છે. ‘‘तथापि’’ તોપણ ‘‘अमलमेधसां तत् मनः न विमोहयति’’ (अमलमेधसां) સમ્યગ્દ્રષ્ટિ જીવોની (तत् मनः) તત્ત્વજ્ઞાનરૂપ છે જે બુદ્ધિ તે (न विमोहयति) સંશયરૂપ થતી નથી — ભ્રમને પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ આમ છે કે — જીવનું સ્વરૂપ શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, શુદ્ધ-અશુદ્ધ પણ છે – એમ કહેતાં અવધારવામાં ભ્રમને સ્થાન છે, તોપણ જેઓ સ્યાદ્વાદરૂપ વસ્તુ અવધારે છે તેમને સુગમ છે, ભ્રમ ઊપજતો નથી. કેવી છે વસ્તુ? ‘‘परस्परसुसंहतप्रकटशक्तिचक्रं’’ (परस्परसुसंहत) પરસ્પર મળેલી છે (प्रकटशक्ति) સ્વાનુભવગોચર જીવની જે અનેક શક્તિઓ તેમનો (चक्रं) સમૂહ છે જીવવસ્તુ. વળી કેવી છે? ‘‘स्फु रत्’’ સર્વ કાળ ઉદ્યોતમાન છે. ૯-૨૭૨.