૨૬૦
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात् ।
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।।१०-२७३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अहो आत्मनः तत् इदम् सहजम् वैभवम् अद्भुतं’’ (अहो) ‘અહો’ સંબોધન વચન છે. (आत्मनः) જીવવસ્તુની (तत् इदम् सहजम्) અનેકાન્તસ્વરૂપ એવી (वैभवम्) આત્માના ગુણસ્વરૂપ લક્ષ્મી (अद्भुतं) અચંબો ઉપજાવે છે. શા કારણથી એવી છે? ‘‘इतः अनेकतां गतम्’’ (इतः) પર્યાયરૂપ દ્રષ્ટિથી જોતાં (अनेकतां) ‘અનેક છે’, એવા ભાવને (गतम्) પ્રાપ્ત થયેલી છે; ‘‘इतः सदा अपि एकताम् दधत्’’ (इतः) તે જ વસ્તુને દ્રવ્યરૂપે જોતાં (सदा अपि एकताम् दधत्) સદાય એક છે એવી પ્રતીતિને ઉપજાવે છે. વળી કેવી છે? ‘‘इतः क्षणविभङ्गुरं’’ (इतः) સમય સમય પ્રતિ અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે એવી દ્રષ્ટિથી જોતાં (क्षणविभङ्गुरं) વિનશે છે, ઊપજે છે; ‘‘इतः सदा एव उदयात् ध्रुवम्’’ (इतः) સર્વ કાળ એકરૂપ છે એવી દ્રષ્ટિથી જોતાં, (सदा एव उदयात्) સર્વ કાળ અવિનશ્વર છે એમ વિચારતાં, (ध्रुवम्) શાશ્વત છે. ‘‘इतः परमविस्तृतं’’ (इतः) વસ્તુને પ્રમાણદ્રષ્ટિથી જોતાં (परमविस्तृतं) પ્રદેશોથી લોકપ્રમાણ છે, જ્ઞાનથી જ્ઞેયપ્રમાણ છે; ‘‘इतः निजैः प्रदेशैः धृतम्’’ (इतः) નિજ પ્રમાણની દ્રષ્ટિથી જોતાં (निजैः प्रदेशैः) પોતાના પ્રદેશમાત્ર (धृतम्) પ્રમાણ છે. ૧૦-૨૭૩.
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः ।
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।।११-२७४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मनः स्वभावमहिमा विजयते’’ (आत्मनः)