Samaysar Kalash Tika (Gujarati). Shlok: 275.

< Previous Page   Next Page >


Page 261 of 269
PDF/HTML Page 283 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સાધ્ય-સાધક અધિકાર
૨૬૧

જીવદ્રવ્યનો (स्वभावमहिमा) સ્વભાવમહિમા અર્થાત્ સ્વરૂપની મોટપ (विजयते) સર્વથી ઉત્કૃષ્ટ છે. કેવો છે મહિમા? ‘‘अद्भुतात् अद्भुतः’’ આશ્ચર્યથી આશ્ચર્યરૂપ છે. તે શું છે આશ્ચર્ય? ‘‘एकतः कषायकलिः स्खलति’’ (एकतः) વિભાવપરિણામશક્તિરૂપ વિચારતાં (कषाय) મોહ-રાગ-દ્વેષનો (कलिः) ઉપદ્રવ થઈને (स्खलति) સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરિણમે છે, એવું પ્રગટ જ છે; ‘‘एकतः शान्तिः अस्ति’’ (एकतः) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (शान्तिः अस्ति) ચેતનામાત્ર સ્વરૂપ છે, રાગાદિ અશુદ્ધપણું વિદ્યમાન જ નથી. વળી કેવું છે? ‘‘एकतः भवोपहतिः अस्ति’’ (एकतः) અનાદિ કર્મસંયોગરૂપ પરિણમેલ છે તેથી (भव) સંસારચતુર્ગતિમાં (उपहतिः) અનેક વાર પરિભ્રમણ (अस्ति) છે; ‘‘एकतः मुक्तिः स्पृशति’’ (एकतः) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (मुक्तिः स्पृशति) જીવવસ્તુ સર્વ કાળ મુક્ત છે એવું અનુભવમાં આવે છે. વળી કેવું છે? ‘‘एकतः जगत्त्रितयम् स्फु रति’’ (एकतः) જીવનો સ્વભાવ સ્વ-પરજ્ઞાયક છે એમ વિચારતાં (जगत्) સમસ્ત જ્ઞેયવસ્તુના (त्रितयं) અતીત- અનાગત-વર્તમાનકાળગોચર પર્યાય (स्फु रति) એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; ‘‘एकतः चित् चकास्ति’’ (एकतः) વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં (चित्) ‘શુદ્ધ જ્ઞાનમાત્ર’ (चकास्ति) એમ શોભે છે. ભાવાર્થ આમ છે કેવ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમ કે જ્ઞેય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. ૧૧૨૭૪.

(માલિની)
जयति सहजतेजःपुञ्जमज्जत्त्रिलोकी-
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः
स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः
।।१२-२७५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एषः चिच्चमत्कारः जयति’’ અનુભવપ્રત્યક્ષ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સર્વ કાળ જયવંત પ્રવર્તો. ભાવાર્થ આમ છે કે સાક્ષાત્ ઉપાદેય છે. કેવી છે? ‘‘सहजतेजःपुञ्जमज्जत्त्रिलोकीस्खलदखिलविकल्पः’’ (सहज) દ્રવ્યના સ્વરૂપભૂત (तेजःपुञ्ज) કેવળજ્ઞાનમાં (मज्जत्) જ્ઞેયરૂપે મગ્ન જે (त्रिलोकी) સમસ્ત જ્ઞેયવસ્તુ, તેના કારણે (स्खलत्) ઊપજ્યા છે (अखिलविकल्पः) અનેક પ્રકારના પર્યાયભેદ જેમાં, એવી