૨૬૨
છે જ્ઞાનમાત્ર જીવવસ્તુ; ‘‘अपि’’ તોપણ ‘‘एकः एव स्वरूपः’’ એક જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે. વળી કેવી છે? ‘‘स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः’’ (स्वरस) ચેતનાસ્વરૂપની (विसर) અનંત શક્તિથી (पूर्ण) સમગ્ર છે, (अच्छिन्न) અનંત કાળ પર્યન્ત શાશ્વત છે, – એવા (तत्त्व) જીવવસ્તુસ્વરૂપની (उपलम्भः) થઈ છે પ્રાપ્તિ જેને, એવી છે. વળી કેવી છે? ‘‘प्रसभनियमितार्चिः’’ (प्रसभ) જ્ઞાનાવરણકર્મનો વિનાશ થતાં પ્રગટ થયું છે (नियमित) જેટલું હતું તેટલું (अर्चिः) કેવળજ્ઞાનસ્વરૂપ જેનું, એવી છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મા સાક્ષાત્ નિરાવરણ છે. ૧૨ – ૨૭૫.
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् ।
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम् ।।१३-२७६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् अमृतचन्द्रज्योतिः उदितम्’’ (एतत्) પ્રત્યક્ષપણે વિદ્યમાન (अमृतचन्द्रज्योतिः) ‘અમૃતચંદ્રજ્યોતિ’; — આ પદના બે અર્થ છે. પહેલો અર્થ — (अमृत) મોક્ષરૂપી (चन्द्र) ચંદ્રમાનો (ज्योतिः) પ્રકાશ (उदितम्) પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપ મોક્ષમાર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. બીજો અર્થ આમ છે કે (अमृतचन्द्र) અમૃતચંદ્ર નામ છે ટીકાના કર્તા આચાર્યનું, તેમની (ज्योतिः) બુદ્ધિના પ્રકાશરૂપ (उदितम्) શાસ્ત્ર સંપૂર્ણ થયું. શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે — ‘‘निःसपत्नस्वभावम् समन्तात् ज्वलतु’’ (निःसपत्न) નથી કોઈ શત્રુ જેનો એવા (स्वभावम्) અબાધિત સ્વરૂપે (समन्तात्) સર્વ કાળ સર્વ પ્રકારે (ज्वलतु) પરિપૂર્ણ પ્રતાપસંયુક્ત પ્રકાશમાન હો. કેવું છે? ‘‘विमलपूर्णं’’ (विमल) પૂર્વાપર વિરોધરૂપ મળથી રહિત છે તથા (पूर्णं) અર્થથી ગંભીર છે. ‘‘ध्वस्तमोहम्’’ (ध्वस्त) મૂળથી ઉખાડી નાખી છે (मोहम्) ભ્રાન્તિ જેણે, એવું છે. ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહપણે કહ્યું છે. વળી કેવું છે? ‘‘आत्मना आत्मनि आत्मानम् अनवरतनिमग्नं धारयत्’’ (आत्मना) જ્ઞાનમાત્ર શુદ્ધ જીવ વડે (आत्मनि) શુદ્ધ જીવમાં (आत्मानम्) શુદ્ધ જીવને (अनवरतनिमग्नं धारयत्) નિરંતર