કહાનજૈનશાસ્ત્રમાળા ]
અનુભવગોચર કરતું થકું. કેવો છે આત્મા? ‘‘अविचलितचिदात्मनि’’ (अविचलित) સર્વ કાળ એકરૂપ જે (चित्) ચેતના તે જ છે (आत्मनि) સ્વરૂપ જેનું, એવો છે. નાટક સમયસારમાં અમૃતચંદ્રસૂરિએ કહેલો જે સાધ્ય-સાધક ભાવ તે સંપૂર્ણ થયો. નાટક સમયસાર શાસ્ત્ર પૂર્ણ થયું. — આ આશીર્વાદ વચન છે. ૧૩-૨૭૬.
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः ।
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल ।।१४-२७७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘किल तत् किञ्चित् अखिलं क्रियायाः फलं अधुना तत् विज्ञानघनौघमग्नम् खिन्ना न किञ्चित्’’ (किल) નિશ્ચયથી (तत्) જેનો અવગુણ કહીશું એવો જે, (किञ्चित् अखिलं क्रियायाः फलं) કોઈ એક પર્યાયાર્થિક નયથી મિથ્યાદ્રષ્ટિ જીવને અનાદિ કાળથી નાના પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં મોહ- રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિના કારણે, કર્મનો બંધ અનાદિ કાળથી થતો હતો તે (अधुना) સમ્યક્ત્વની ઉત્પત્તિથી માંડીને (तत् विज्ञानघनौघमग्नम्) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવમાં સમાયો થકો (खिन्ना) મટી ગયો; તે (न किञ्चित्) મટતાં કાંઈ છે જ નહિ; જે હતું તે રહ્યું. કેવું હતું ક્રિયાનું ફળ? ‘‘यस्मात् स्वपरयोः पूरा द्वैतम् अभूत्’’ (यस्मात्) જે ક્રિયાના ફળના કારણે (स्वपरयोः) ‘આ આત્મસ્વરૂપ, આ પરસ્વરૂપ’ એવું (पुरा) અનાદિ કાળથી (द्वैतम् अभूत्) દ્વિવિધાપણું થયું. ભાવાર્થ આમ છે કે મોહ-રાગ-દ્વેષ સ્વચેતનાપરિણતિ જીવની – એમ માન્યું. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘यतः अत्र अन्तरं भूतं’’ (यतः) જે ક્રિયાફળના કારણે (अत्र) શુદ્ધ જીવવસ્તુના સ્વરૂપમાં (अन्तरं भूतं) અંતરાય થયો. ભાવાર્થ આમ છે કે જીવનું સ્વરૂપ તો અનંતચતુષ્ટયરૂપ છે; અનાદિથી માંડીને અનંત કાળ ગયો, જીવ પોતાના સ્વરૂપને ન પામ્યો, ચતુર્ગતિસંસારનું દુઃખ પામ્યો; તે પણ ક્રિયાના ફળના કારણે. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘यतः रागद्वैषपरिग्रहे सति क्रियाकारकैः जातं’’ (यतः) જે ક્રિયાના ફળથી (रागद्वेष) અશુદ્ધ પરિણતિરૂપ (परिग्रहे)