૨૬૪
પરિણામ થયા, એમ (सति) થતાં (क्रियाकारकैः जातं) ‘જીવ રાગાદિ પરિણામોનો કર્તા છે તથા ભોક્તા છે’ ઈત્યાદિ જેટલા વિકલ્પોઊપજ્યા તેટલા ક્રિયાના ફળથી ઊપજ્યા. વળી ક્રિયાના ફળના કારણે શું થયું? ‘‘यतः अनुभूतिः भुञ्जाना’’ (यतः) જે ક્રિયાના ફળના કારણે (अनुभूतिः) આઠ કર્મોના ઉદયનો સ્વાદ (भुञ्जाना) ભોગવ્યો. ભાવાર્થ આમ છે કે આઠેય કર્મોના ઉદયથી જીવ અત્યંત દુઃખી છે, તે પણ ક્રિયાના ફળના કારણે. ૧૪ – ૨૭૭.
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः ।
कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।।१५-२७८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अमृतचन्द्रसूरेः किञ्चित् कर्तव्यम् न अस्ति एव’’ (अमृतचन्द्रसूरेः) ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્રસૂરિ છે, તેમનું (किञ्चित्) નાટક સમયસારનું (कर्तव्यम्) કરવાપણું (न अस्ति एव) નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે, તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. કેવા છે અમૃતચંદ્રસૂરિ? ‘‘स्वरूपगुप्तस्य’’ દ્વાદશાંગરૂપ સૂત્ર અનાદિનિધન છે, કોઈએ કરેલ નથી — એમ જાણીને પોતાને ગ્રંથનું કર્તાપણું નથી માન્યું જેમણે, એવા છે. એમ કેમ છે? કારણ કે ‘‘समयस्य इयं व्याख्या शब्दैः कृता’’ (समयस्य) શુદ્ધ જીવ સ્વરૂપની (इयं व्याख्या) નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા (शब्देः कृता) વચનાત્મક એવા શબ્દરાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દરાશિ? ‘‘स्वशक्तिसंसूचितवस्तुतत्वैः’’ (स्वशक्ति) શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ, તેથી (संसूचित) પ્રકાશમાન થયો છે (वस्तु) જીવાદિ પદાર્થોનો (तत्त्वैः) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા હેય-ઉપાદેયરૂપ નિશ્ચય જેના વડે, એવો છે શબ્દરાશિ. ૧૫ – ૨૭૮.