કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदम् आत्मज्योतिः सततम् अनुभवामः’’ (इदम्) પ્રગટ (आत्मज्योतिः) આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને (सततम्) નિરંતર (अनुभवामः) પ્રત્યક્ષપણે અમે આસ્વાદીએ છીએ. કેવી છે આત્મજ્યોતિ? ‘‘कथमपि समुपात्तत्रित्वम् अपि एकतायाः अपतितम्’’ (कथम् अपि) વ્યવહારદ્રષ્ટિથી (समुपात्तत्रित्वम्) ગ્રહણ કર્યા છે ત્રણ ભેદ જેણે એવી છે તોપણ (एकतायाः) શુદ્ધપણાથી (अपतितम्) પડતી નથી. વળી કેવી છે આત્મજ્યોતિ? ‘‘उद्गच्छत्’’ પ્રકાશરૂપ પરિણમે છે. વળી કેવી છે? ‘‘अच्छम्’’ નિર્મળ છે. વળી કેવી છે? ‘‘अनन्तचैतन्यचिह्नं’’ (अनन्त) અતિ ઘણું (चैतन्य) જ્ઞાન છે (चिह्नं) લક્ષણ જેનું એવી છે. કોઈ આશંકા કરે છે કે અનુભવને બહુ દ્રઢ કર્યો તે શા કારણે? તે જ કહે છે — ‘‘यस्मात् अन्यथा साध्यसिद्धिः न खलु न खलु’’ (यस्मात्) કારણ કે (अन्यथा) અન્ય પ્રકારે (साध्यसिद्धिः) સ્વરૂપની પ્રાપ્તિ (न खलु न खलु) નથી થતી, નથી થતી, એમ નક્કી છે. ૨૦.
मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा ।
र्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव ।।२१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये अनुभूतिं लभन्ते’’ (ये) જે કોઈ નિકટ સંસારી જીવ (अनुभूतिं) અનુભૂતિ અર્થાત્ શુદ્ધ જીવવસ્તુનો આસ્વાદ (लभन्ते) પામે છે. કેવી છે અનુભૂતિ? ‘‘भेदविज्ञानमूलाम्’’ (भेद) સ્વસ્વરૂપ-પરસ્વરૂપને દ્વિધા કરવું એવું જે (विज्ञान) જાણપણું તે જ છે (मूलाम्) સર્વસ્વ જેનું એવી છે. વળી કેવી છે? ‘‘अचलितम्’’ સ્થિરતારૂપ છે. આવી અનુભૂતિ કઈ રીતે પમાય છે, તે જ કહે છે — ‘‘कथमपि स्वतो वा अन्यतो वा’’ (क थमपि) અનંત સંસારમાં ભ્રમણ કરતાં કેમેય કરીને કાળલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક્ત્વ ઊપજે છે, ત્યારે અનુભવ થાય છે; (स्वतः वा) મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં ઉપદેશ વિના જ અનુભવ થાય છે, (अन्यतः वा) અથવા અંતરંગમાં મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં અને બહિરંગમાં